Close

આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલે બોરસદ તાલુકામાં દાદપુરા, દિવેલ ગામની મળેલ ફરિયાદોનો નિકાલ કરવા કર્યો આદેશ

Publish Date : 01/12/2025

આણંદ,ગુરુવાર: આણંદ ખાતે મનરેગાના લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરીમાં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય, વેતન મળ્યું ન હોય અથવા કોઈપણ જાતનો મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તથા રોજગારી માટે મનરેગામાં સમાવિષ્ટ ન કર્યા હોય તેવા કોઈ પ્રશ્ન હોય તો તેઓ પ્રશ્ન સાંભળે છે અને ગ્રામજનોની રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવે છે.

આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલ દ્વારા બોરસદ તાલુકા ખાતેની રૂબરૂ મુલાકાત દરમિયાન દાદપુરા ગ્રામ પંચાયતની બિલ્ડીંગ નિર્માણ બાબતે  દાદપુરા ગામ પંચાયતના મનિષભાઈ કે. પરમાર ધ્વારા મનરેગા સંબધિત દાદપુરા ઘરનું બાંધકામ અધુરું રહેવા અંગેની ફરિયાદ મળી હતી, આ ઉપરાંત દિવેલ ગ્રામ પંચાયતમાં પાયલબેન એમ. પરમાર વતી મનુભાઈ ભીખાભાઈ પરમાર ધ્વારા રજુઆત કરવામાં આવી હતી કે છેલ્લા બે વર્ષથી મનરેગા હેઠળ પંચાયત ઘરનું કાર્ય ખોરંભે પડેલ જણાયેલ હતુ પરિણામે ગામના લોકો પંચાયત સેવાથી વંચિત રહી બાજુના ગ્રામ પંચાયતમાં જવુ પડે છે. તેવી પરિસ્થિતિ નિર્માલ થયેલ છે. જેનાથી ગ્રામજનોને હાડમારી અને પરેશાની થઈ રહી છે. તેવી લેખિત રજુઆત લોકપાલને મળેલ હતી.

દાદપુરા ગ્રામ પંચાયતને મહાત્મા ગાંધી મનરેગા યોજનાના માર્ગદર્શક નિયમો મુજબ છેલ્લા બે વર્ષથી બંધકાર્યના કારણે અધુરી ઈમારત પડી રહેલ હોઈ નાણાંનો દુવ્યર્ય થયેલ જણાતા તેમજ કામ અધુરુ છોડી એજન્સીવાળા કામ છોડીને જતા રહ્યા હોય તેવા સંજોગોમાં કામને પૂર્ણ કરવા અમલીકરણ એજન્સીને નજીકના તાલુકા કે અન્ય માધ્યમથી તાત્કાલિક ઈ-ટેન્ડરીંગ કરાવીને મનરેગાની ગાઈડલાઈન મુજબ એજન્સી પાસેથી માલસામાન મેળવી બોરસદ તાલુકાના દાદપુરા અને દિવેલ ગામે પંચાયત ઘરનું કામ થાય તે રીતે કાર્યવાહી કરવા પ્રતિવાદી તલાટી કમ મંત્રી, સરપંચ, ગ્રામ સેવક, આસી.પ્રોગ્રામ ઓફીસર મનરેગા અને તાલુકા વિકાસ અધિકારીશ્રી બોરસદને મનરેગાના લોકપાલ એસ.આર. વિજયવર્ગીય ધ્વારા લેખિત હુકમ કરવામાં આવ્યો છે.

જે અન્વયે સત્વરે ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ કાર્ય પૂર્ણ કરવા મનરેગા અમલીકરણ એજન્સી નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આણંદ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત આણંદને ઘટતી કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારીશ્રી,બોરસદ ધ્વારા કરાવવા અને બિલ્ડીંગ નિર્માણ કરાવવા આદેશ કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે,લોકપાલ મનરેગા સુનિલકુમાર વિજયવર્ગીય ધ્વારા છેલ્લા એક માસમાં આણંદ, બોરસદ, સોજિત્રા, ખંભાત, ઉમરેઠ અને પેટલાદ તાલુકાઓની મનરેગાની લગતી ફરિયાદો જન સુનાવણી અર્થે પ્રાપ્ત થયેલ હતી .જેમાં વેતન મોડુ મળવા, વર્ષ દરમ્યાન રોજગારી કુટુંબદીઠ ૧૦૦ દિવસથી વધુ રોજગારી મહાત્મા ગાંધી મનરેગા યોજના હેઠળ આપવા તથા રૂા.૨૮૦ થી વધુ રોજગારીની રકમ વધારવા માટે રજુઆતો મળેલ હતી. જે કેન્દ્ર સરકારના કાયદા અને કેન્દ્ર સરકારની નિતિવિષિયક બાબતો હોઈ ઉચ્ચસ્તરે ગ્રામજનોની રજુઆત પહોંચાડવા લોકપાલશ્રી દ્વારા ગ્રામજનોએ  જણાવવામાં આવ્યું હતું.