આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ
Publish Date : 01/12/2025
આણંદ,શનિવાર: આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ લઈ અરજદારે પોતાની પાસે જ રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ અરજી તથા પૂર્વ મંજૂરી પત્રકમાં જણાવ્યા મુજબના જરૂરી સાધનીક કાગળો ઓનલાઇન પોતાના i-khedut લોગ-ઇન આઇ ડી ઉપર અપલોડ કરી કલેઇમ સબમીટ કર્યા બાદ સહી કરી નાયબ બાગાયત નિયમકશ્રીની કચેરી, ૪૨૭-૪૨૯, ચોથો માળ, જિલ્લા સેવા સદન, આણંદ, જિ.- આણંદ ખાતે પહોચાડવાની રહેશે. ત્યાર બાદ જ તેઓની અરજીની સરકારશ્રીના યોજનાકીય નિયમો અનુસાર અને ફાળવેલ લક્ષ્યાંકોની મર્યાદામાં ખેડૂતોને લાભિત કરવામાં આવશે. જે બાબતની નોંધ લેવા વિનંતી છે.ખેડૂતોએ પોતાના સમય અનુસાર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે.
બાગાયત ખાતામાં નીચે મુજબના ઘટકમાં સામાન્ય જાતિના ખેડૂતો માટે અરજી કરવા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે.
કૃષિ યાંત્રિનીકરણને પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ અન્વયે મીની ટ્રેકટર (20 PTO HP સુધીમાં) સાથે રોટાવેટર(મીની), કલ્ટીવેટર(મીની), ટ્રેલર(મીની), પાણીની ટેન્કર(મીની), માં સહાય મેળવવા માટે તા. ૦૧/૧૨/૨૦૨૫ થી ૧૦/૧૨/૨૦૨૫ સુધી અરજી કરવા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકેલ છે.
મીની ટ્રેકટર (૨૦ PTO HP સુધીમાં) માટે એકમ ખર્ચ- ૩. ૩.૦૦ લાખ / એકમ માટે સામાન્ય જાતિના ખેડૂતને એકમ ખર્ચના ૨૫% અથવા મહત્તમ રૂ. ૦.૭૫ લાખ / એકમ સહાય જેમાં એકમ ખર્ચ- રૂ. ૦.૮૦ લાખ / એકમ થાય છે
રોટાવેટર(મીની) માટે સામાન્ય જાતિના ખેડૂતને એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૦.૪૦ લાખ / એકમ સહાય અંતર્ગત એકમ ખર્ચ – રૂ. ૦.૨૦ લાખ / એકમ થાય છે
કલ્ટીવેટર(મીની) માટે સામાન્ય જાતિના ખેડૂતને એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૦.૧૦ લાખ / એકમ સહાય અંતર્ગત એકમ ખર્ચ- રૂ. ૦.૮૦ લાખ / એકમમાં થાય છે.
ટેલર(મીની) માટે સામાન્ય જાતિના ખેડૂતને એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૦.૪૦ લાખ / એકમ સહાય અન્વયે એકમ ખર્ચ – રૂ. ૦.૮૦ લાખ / એકમ અંતર્ગત થાય છે.
પાણીની ટેન્કર(મીની) માટે સામાન્ય જાતિના ખેડૂતને એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૦.૪૦ લાખ / એકમ સહાય મળવાપાત્ર થાય છે.
આ યોજના હેઠળનો લાભ ૧૦ વર્ષમાં એક વખત જ મળવાપાત્ર રહેશે.
આ યોજનાના સાધનોની ખરીદી (ટ્રેક્ટર ટ્રેલર (મીની) તથા પાણીનું ટેન્કર (મીની) સિવાય) ભારત સરકારશ્રી દ્વારા પ્રસિધ્ધ યાદીમાં સમાવિષ્ટ પૈકીનાં માન્ય મોડેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત /રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડલની જ ખરીદી સહાયને પાત્ર રહેશે.
ટ્રેલર (મીની) તથા પાણીનું ટેન્કર (મીની) ના કિસ્સામાં જે ખેડૂત લાભાર્થી ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) નું પાર્સિંગ ધરાવતા હોય અને જે-તે નાણાકીય વર્ષમાં RTO માં ટ્રેક્ટર ટ્રેલર (મીની) તથા પાણીનું ટેન્કર (મીની) નું રજીસ્ટ્રેશન / પાર્સિંગ થયેલ હોય તથા આઈ.ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિતારજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડલ હોય તે જ સહાયને પાત્ર થાય છે,તેમ નાયબ બાગાયત નિયામકશ્રી આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.