આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર
Publish Date : 20/12/2025
મેળવવા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
તા.૩૧ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે
આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત રાજ્યના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હિલચેર આપવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
જેમા ૬૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા ૧૮ વર્ષથી મોટી ઉંમરના હલન-ચલનની દિવ્યાંગતા (લોકોમોટર ડીસેબીલિટી) મલ્ટિપલ ડિસેબીલિટી (લોકોમોટર ડિસેબીલીટી સાથે અન્ય દિવ્યાંગતા) ધરાવતા દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લોકોમોટર ડિસેબીલીટી અને મલ્ટિપલ ડિસેબીલીટી (ફક્ત આ ત્રણ પ્રકારની દિવ્યાંગતા સાથે)ના દિવ્યાંગજનો માટે જોય સ્ટીક વિહલચેર આપવા માટે ઓનલાઈન https://esamajkalyan.gujarat.gov.in/ પર અરજીઓ મંગાવવામાં આવે છે.
લાભાર્થીની અરજી મળ્યા બાદ ઉપયોગ કરવાની પાત્રતા ધરાવે છે કે કેમ ? તેનું એસેસમેન્ટ કરાવવાનું રહેશે.ત્યારબાદ ઓનલાઈન અરજીઓ જિલ્લાના નિયત કરેલ લક્ષ્યાંકથી વધુ મળે તો વધુ દિવ્યાંગ ધરાવતા દિવ્યાંગજનોને અગ્રિમતા સાથે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પદ્ધતિથી (વધુ દિવ્યાંગતાને અગ્રતા જેવા માનાંકોના આધારે) સાધન સહાય આપવામાં આવશે.
આ યોજનાનો લાભ દિવ્યાંગજનોએ માત્ર એક જ વાર લાભ મળવાપાત્ર રહેશે તેમજ બંન્ને સાધનો પૈકી કોઈ એક જ સાધન સહાય પેટે આપવામાં આપવામાં આવશે અને જો કોઈ દિવ્યાંગજનોને આ યોજનાનો લાભ મેળવેલ હશે તેઓને સાધન સહાય યોજના હેઠળ ટ્રાઈસીકલ તેમજ વ્હિલચેર મળવા પાત્ર રહેશે નહી.
આ ઓનલાઈન પોર્ટલ તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધી ખુલ્લુ રહેશે. આણંદ જિલ્લાના દિવ્યાંગ જનોએ આ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ભોંયતળીયે, જુની કલેક્ટરશ્રીની કચેરી, સર્કિટ હાઉસની બાજુમાં અમુલ ડેરી સામે, આણંદ ફોન નં. (૦૨૬૯૨) ૨૫૩૨૧૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.