આણંદ જિલ્લાના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એપ્રિલ -૨૫ થી જુન -૨૫ ના પ્રથમ ક્વાર્ટર દરમ્યાન ગેસ ફ્રી રીફીલીંગનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
Publish Date : 06/05/2025
આણંદ,સોમવાર: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે l વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે “Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ ના પ્રથમ ક્વાર્ટર દરમ્યાન આણંદ જિલ્લાના તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ ફ્રી રીફીલીંગ નો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત તા.૩૧/૩/૨૦૨૫ સુધી ઇન્સ્ટોલ થયેલ હોય તેવા લાભાર્થીઓ પણ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ના ક્વાર્ટર દરમ્યાન આ યોજનાનો લાભ લઈ શકશે.
આ યોજના હેઠળ ભારત સરકાર તરફથી મળતી સબસીડી બાદ કરતા બાકી રહેતી રકમ તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે.
આથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં ભારત સરકારની સબસીડી બાદ કર્યા પછી બાકી રહેતી એલપીજી સીલીન્ડરની રીફીલીંગની કિંમત જેટલી સબસીડીની રકમ રાજય સરકાર દ્વારા ઓઇલ માર્કેટીંગ કંપની મારફત લાભાર્થીના બેંક ખાતામાં DBT મારફતે વધુમાં વધુ ૩ (ત્રણ) કામકાજના દિવસોમાં જમા કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત લાભાર્થીએ રીફીલીંગની પુરેપુરી રકમ પ્રથમ ચુકવવાની રહેશે, ત્યારબાદ (Retail Selling Price) RSP જેટલી જ રકમ ગ્રાહકના ખાતામાં ઓઈલ માર્કેટીંગ કંપની દ્વારા DBT મારફતે વધુમાં વધુ ૩ (ત્રણ) કામકાજના દિવસોમાં જમા કરવામાં આવશે.
“ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના “ હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ ના પ્રથમ ક્વાર્ટર દરમ્યાન આણંદ જિલ્લાના તમામ ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને ગેસ ફ્રી રીફીલીંગનો લાભ મેળવે તે માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.