Close

આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

Publish Date : 20/12/2025

આણંદ જિલ્લો ટીબી મુક્ત બને તે દિશામાં કામ કરવા તથા આણંદ જિલ્લો શ્રેષ્ઠ જીલ્લો બને તે માટે કામ કરવા અધિકારીઓને અનુરોધ

આણંદ, શનિવાર: આણંદના સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને  ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આણંદ સર્કીટ હાઉસ ખાતે યોજાઈ હતી. શ્રી મિતેશભાઇ પટેલે ભારત સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી સપ્ટેમ્બર 2025 અંતિત થયેલ કામગીરીની સમીક્ષા અને ભાવિ આયોજન અંગે જાણકારી મેળવી હતી.

દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેશભાઇ પટેલે અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે વર્ષ 2029 સુધીમાં ભારત દેશને ટીબી મુક્ત બનાવવા માટે ભારત સરકાર કામ કરી રહી છે ત્યારે આણંદ જિલ્લો પણ વહેલામાં વહેલી તકે ટીબી મુક્ત બને તે માટે આણંદ જિલ્લામાં ટીબી મુક્ત અભિયાન હાથ ધરવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી સારામાં સારી આરોગ્ય લક્ષી સુવિધા, પીવાનું ચોખ્ખું પાણી મળે, આંગણવાડીના ભૂલકાઓને પોષણયુક્ત આહાર મળે અને પાયાની સુવિધાથી કોઈપણ વંચિત ન રહે તે જોવા જણાવ્યું હતું.

વધુમાં શ્રી મિતેશભાઇ પટેલે ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી  સમયસર પહોંચે અને કોઈપણ સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહી જાય તે જોવા જણાવ્યું હતું.

સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેષભાઈ પટેલે તાલુકાના જનપ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવેલ વિકાસલક્ષી પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી  જે. વી. દેસાઈએ દિશા બેઠકનું સંચાલન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટર શ્રી હિરેનભાઈ બારોટ, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ