• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

આણંદ ખાતે પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો

Publish Date : 08/09/2025

 પા..પા.. પગલી પ્રોજેક્ટ ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે અનોખો મંચ પૂરું પાડે છે: જિલ્લા પંચાયત પ્રમુખ

આણંદ,સોમવાર:  આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદના સંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલએ જણાવ્યું હતું કે,સ્કૂલમાં જવા માટેની પૂર્વ તૈયારી સ્વરૂપે પા..પા..પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.જે અન્વયે સમગ્ર વર્ષ દરમિયાન ભુલકાઓએ કરેલ પ્રવૃતિઓને મંચ પૂરું પાડવા માટે ભૂલકા મેળો અગત્યનું માધ્યમ બની રહ્યો છે. બાળકોના સર્વાગી વિકાસ માટે આ મુજબના ભૂલકા મેળાનું આયોજન તાલુકા કક્ષાએ પણ થવુ જોઈએ, તેવી લાગણી પ્રમુખશ્રીએ  વ્યક્ત કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના ભવિષ્યના શિલ્પીઓને તૈયાર કરવા માટે ભૂલકા મેળાએ સબળ માધ્યમ બની રહે છે. જેમાં ભૂલકાંઓને પોતાની પ્રતિમા દર્શાવવાનો તક મળે છે. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,શિક્ષણ એ માત્ર પુસ્તક પૂરતું સિમિત ન રહેતા તે કલા, વિજ્ઞાન અને સામાજિક પાઠ ભણાવે તે પ્રકારનું હોવું જોઈએ.જે અન્વયે આજના ભૂલકાં મેળો એ ભૂલકાંઓના સર્વાગી વિકાસનું ઉત્તમ માધ્યમ બનશે,તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

આ વેળાએ આંગણવાડીના બાળકો દ્વારા બનાવેલ કૃતિ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ભૂલકા મેળામાં પીએસઈ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન “જેવું કરો તેવું લણો” નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ઘટકોના ભૂલકાઓ દ્વારા સર્વ ધર્મ સમભાવ ,સબસે પ્યાર કૌન હૈ,મોબાઈલના દૂર ઉપયોગ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રો દ્વારા બનાવેલ ટીચીંગ લર્નિંગ મટીરિયલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતા ભૂલકાંઓને મહાનુભાવના હસ્તે પારિતોષિત એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રારંભમાં પ્રોગ્રામ ઓફિસર તેજલ ગોસ્વામીએ કાર્યક્રમની રૂપરેખા આપીને સૌનો આવકાર કર્યો હતો અંતમાં બાળ વિકાસ યોજના અધિકારીએ સૌ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

આ વેળાએ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીનાબેન સિંધા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ સુનિલભાઈ સોલંકી, આરોગ્ય સમિતિના અધ્યક્ષ બાદલભાઈ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જયેશ ભાઈ વિવિધ ઘટકોના સીડીપીઓ સહિત વાલીઓ તથા નાના ભુલકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.