આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ “સશક્ત નારી મેળો યોજાશે
Publish Date : 18/12/2025
આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સશક્ત નારી મેળાનું ઉદઘાટન કરશે
આણંદ, ગુરુવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, આત્મનિર્ભર મહિલા, વોકલ ફોર લોકલ અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી મહિલા સશક્તિકારણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદેશ્ય સાથે આણંદ ખાતે આગામી તા.૨૧ ડિસેમ્બર ના રોજ આણંદ જિલ્લા કક્ષાનો “સશક્ત નારી” મેળો યોજાશે.
મહેસુલી અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્ય મંત્રીશ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા દ્વારા તારીખ 21 મી ડિસેમ્બર, રવિવારના રોજ સવારે 11:00 કલાકે આણંદ ખાતેના “પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ” સાંગોડપુરા રોડ, આણંદ ખાતે યોજાનાર સશક્ત નારી મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આ સશક્ત નારી મેળો તારીખ 21 થી 23 ડિસેમ્બર સુધી યોજાશે જે સવારે 11-00 કલાકથી રાતના 21-00 કલાક સુધી ખુલ્લો રહેશે. જેમાં વિવિધ પ્રોડક્ટના 95 જેટલા સ્ટોલ બનાવવામાં આવશે અને 05 ફૂડ સ્ટોલ રહેશે, આ સશક્ત નારી મેળાનો લાભ લેવા આણંદ જિલ્લાના નગરજનોને જણાવાયું છે.
આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના ધારાસભ્ય શ્રી ઓ ઉપસ્થિત રહેશે, તેમ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ “સશક્ત નારી મેળો યોજાશે