Close

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Publish Date : 20/12/2025

આણંદ, શનિવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત કચેરીઓને કર્મચારીઓના બાકી પેન્શન કેસ, કચેરીઓમાં મહત્તમ ઈ સરકારનો ઉપયોગ કરવા અને કચેરીઓ એકબીજાના સંકલનમાં રહીને કામ કરવા જણાવ્યું હતું.

કલેકટર શ્રી એ તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓ ઉપરાંત અન્ય અધિકારીઓ સમયાંતરે આંગણવાડીઓની મુલાકાત લઈને ભૂલકાઓને આપવામાં આવતો પોષણયુક્ત આહારની ચકાસણી કરવા જણાવ્યું હતું.

સંકલન બેઠકના પ્રારંભમાં કનેક્ટ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને જિલ્લાની કચેરી ઓ દ્વારા કરવામાં આવતી કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના વિવિધ હેન્ડલ્સનો મહત્તમ ઉપયોગ કરવા માટે કલેક્ટરશ્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.

સંકલન સમિતિની બેઠક બાદ જિલ્લા તકેદારી સમિતિની બેઠક , જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર  સમિતિની  બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી,નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.