આણંદ ખાતે આદર્શ નિવાસી કન્યા શાળાની મુલાકાત લેતા રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ
Publish Date : 27/01/2026
દીકરીઓના શિક્ષણ, આરોગ્ય અને પોષણ અંગે મંત્રીશ્રીએ પ્રત્યક્ષ સંવાદ કરી જાણકારી મેળવી
આણંદ, શુક્રવાર: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતા. આ મુલાકાત દરમિયાન તેમણે આણંદ તાલુકાના બાકરોલ સ્થિત ‘આદર્શ નિવાસી કન્યા શાળા (અનુસૂચિત જાતિ)’ ની મુલાકાત લીધી હતી.
આ તકે મંત્રીશ્રીએ શાળાના પરિસરમાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શાળામાં દીકરીઓને મળતી સવલતો, વર્ગખંડની કામગીરી અને અન્ય સંબંધિત વહીવટી બાબતોની ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ શાળાની દીકરીઓ સાથે વાતચીત કરી તેમના અભ્યાસ, આરોગ્ય, ભોજનની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે જરૂરી જાણકારી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ આચાર્ય શ્રીમતી કરુણાબેન બારોટને વિશેષ સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે, દીકરીઓને પૂરતું પોષણ અને પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવું અત્યંત અનિવાર્ય છે. દીકરીઓ માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ સ્પોર્ટ્સ અને અન્ય ઈતર પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા વિશેષ ધ્યાન આપવા તેમણે ભાર મૂક્યો હતો.
શાળામાં દીકરીઓની આહાર અને અભ્યાસ સંબંધિત જરૂરિયાતો તેમજ અન્ય સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવાના હેતુથી મંત્રીશ્રીએ જિલ્લાના પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી દીકરીઓને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવા માટે સ્થાનિક સ્તરે જરૂરી સહયોગ અને આયોજન કરવા અંગે અનુરોધ કર્યો હતો.
આ તકે આ વેળાએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેજલબેન શાહ, અગ્રણી શ્રી સુનિલભાઈ, શાળાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.