Close

આણંદમાં પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રમાં ‘ખેડૂતથી ગ્રાહક સુધી શુદ્ધ ઉત્પાદનોનુ સીધું વેચાણ

Publish Date : 25/02/2026

દર મંગળવારે બોરસદ ચોકડી ખાતે ભરાતા ‘પ્રાકૃતિક બજાર’ને નગરજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

રસાયણમુક્ત શાકભાજી માટે વેચાણ કેન્દ્રનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરતા મહિલા ગ્રાહકો

આણંદ, મંગળવાર: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) અને આત્મા પ્રોજેક્ટ, આણંદના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે એક સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદના બોરસદ ચોકડી સ્થિત ATIC બિલ્ડીંગ ખાતે દર મંગળવારે ‘પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ કાર્યરત કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીના નુકસાન સામે લોકોમાં જાગૃતિ વધી રહી છે, ત્યારે દર મંગળવારે બપોરે ૩:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક દરમિયાન ભરાતા આ બજારમાં આણંદના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સ્થાનિક રહીશો પોતાના મિત્રો અને પડોશીઓ સાથે મળીને આ રાસાયણિક ખાતરથી મુક્ત આહારના અભિયાનમાં સહભાગી બની રહ્યા છે.

આ વેચાણ કેન્દ્ર આજે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રોત્સાહનનું એક સબળ માધ્યમ બન્યું છે. જે અંતર્ગત આ વેચાણકેન્દ્રમા નિયમિત રીતે દર અઠવાડીયે ખરીદી કરવા આવતા ગ્રાહકો સાથે વાત કરતા શિલ્પા બડાયા અને આશા હિરાણી નામની મહિલા ગ્રાહકોએ પોતાના અનુભવ અને અભિપ્રાય રજૂ કર્યા હતા.

જે પૈકી શિલ્પા બડાયાએ તેઓ નિયમિતપણે આ વેચાણ કેન્દ્રથી ખેડૂતો દ્વારા સીધી વેચવામાં આવતી રાસાયણિક ખાતરથી મુક્ત શાકભાજી ખરીદે છે તેમ જણાવ્યુ હતુ અને તેના પ્રાકૃતિક ઉત્પાદનોના સ્વાદ તથા ગુણવત્તાના ભરપૂર વખાણ કરે છે. તેમના મતે, પેસ્ટિસાઈડવાળા ખોરાકથી થતી બીમારીઓ અને દવાઓના ખર્ચથી બચવા માટે લોકોએ પ્રાકૃતિક અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ અપનાવવા જોઈએ. તેઓએ ખાસ કરીને સ્થાનિક ખેડૂતોની સખત મહેનતને બિરદાવવા અને તેમને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.

આ તકે પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર ખાતે થી ખરીદનાર બીજા એક નિયમિત ગ્રાહક આશા હિરાણી જણાવે છે કે તેઓ દર મંગળવારે આ કેન્દ્ર ખાતે આવે છે. તેઓ જણાવે છે કે આ શાકભાજી વૈજ્ઞાનિક રીતે રાસાયણિક ખાતરથી મુક્ત સાબિત થયેલ છે, જે આજના સમયમા પરિવારના સારા સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. તેઓ આ શાકભાજી કિંમતમા પણ વ્યાજબી છે જે ઘરના બજેટને જાળવી રાખે છે અને પર્યાવરણને પણ અનુકૂળ છે તેમ જણાવે છે.તેઓ આ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને આરોગ્યપ્રદ ઉત્પાદનો ખરીદવા માટે લોકોને આ પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરે છે. 

આણંદ ખાતે કાર્યરતા આ વેચાણ કેન્દ્રનો મુખ્ય હેતુ શહેરીજનોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી મુક્ત એવા શુદ્ધ, તાજા અને સ્વાસ્થ્યપ્રદ શાકભાજી તેમજ અન્ય કૃષિ ઉત્પાદનો સીધા ખેડૂતો પાસેથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પહેલથી ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે છે અને ‘ખેડૂતથી સીધું ગ્રાહક સુધી’નો મંત્ર સાચા અર્થમાં સાકાર થઈ રહ્યો છે.