Close

આણંદના ગામડી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

Publish Date : 09/03/2026

આણંદ, શનિવાર: કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા કોમ્યુનિટી ડેવેલોપમેન્ટ સોસાઈટી (CDS), ગામડી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજવામા આવ્યો હતો.

આ તકે દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સોનલબેન પટેલે ઉપસ્થિત મહિલાઓને ‘દહેજ પ્રતિબંધક અધિનિયમ ૧૯૬૧’ અને ‘ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫’ વિશે કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત સમજ પૂરી પાડવામા આવી હતી.

આ સેમિનારમાં વિવિધ સરકારી યોજનાઓ અને સહાયતા કેન્દ્રો અંગે પણ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. જેમાં જેન્ડર સ્પેશ્યાલિસ્ટ (DHEW) શ્રી હિતેશકુમાર રોહિત દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, પુન: લગ્ન યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી.

આ વેળાએ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકશ્રી રીપ્પલબેન ડાભી અને PBSC કાઉન્સેલરશ્રી સબનમબેન ખલફાએ કેન્દ્રની કામગીરી અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર વિશે વિગતે જાણકારી આપી હતી ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમના ફિલ્ડ ઓફિસરશ્રી નરેશભાઈ પંડયાએ પોક્સો એક્ટ-૨૦૧૨, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, ‘ગુડ ટચ-બેડ ટચ’ અને પાલક માતા-પિતા યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં CDS સંસ્થાના પ્રમુખશ્રી મનોજભાઈ મેકવાન દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. તેમજ CDS સંસ્થાના સ્ટાફ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.