Press Release
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા
Published on: 11/03/2026આજે ધોરણ 12 માં 153 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં આણંદ, મંગળવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે યોજાયેલ પરીક્ષામાં ધોરણ 12 માં […]
આણંદ જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “હીટવેવ (લૂ)” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ
Published on: 11/03/2026આણંદ, મંગળવાર: આગામી સમયમાં જિલ્લામાં હિટવેવ સર્જાવાની શક્યતાને ધ્યાને લઈને આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લામાં કામદારો અને નોકરીદાતાઓને હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. કામદાર અને નોકરીદાતાઓએ આટલું કરવું નોકરીદાતાઓએ કાર્યના સ્થળે કામદારો માટે પીવાના ઠંડા શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ કામદારો દર […]
ધોરણ-૧૦ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ કુલ- ૧૫૨૧ સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
Published on: 11/03/2026ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ આંકડાશાસ્ત્ર વિષયના કુલ ૫૦૬૫ અને વિજ્ઞાનપ્રવાહ ગણિત વિષયના કુલ ૧૫૧૬ વિધાર્થીઓએ પરીક્ષા આપી આણંદ, સોમવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલી […]
આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીઓ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Published on: 11/03/2026પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં કોઈ કામ બાકી રહી ન જાય તે જોવા જિલ્લા કલેકટરશ્રીનો વિવિધ વિભાગના અધિકારીઓને અનુરોધ આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વે (પ્રિ-મોન્સુન) તેમજ ચોમાસામાં સંભવિત પૂર,વાવાઝોડું,ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, આણંદ ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા […]
આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
Published on: 11/03/2026આણંદ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મહિલા અધિકારીઓ-કર્મચારીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો આણંદ, સોમવાર: પ્રત્યેક વર્ષે તા.૦૮ માર્ચના દિવસે મહિલાઓના સમાજ માટેના યોગદાનને સન્માનવા અર્થે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. જેની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા સંચાલિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની તમામ […]
આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ
Published on: 11/03/2026નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃધ્ધો અને બહાર કામ કરતા લોકો તેમજ બીમાર હોય તેમની વિશેષ કાળજી લેવી આણંદ,સોમવાર: ગરમીની ઋતુમાં હિટવેવને કારણે જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલારૂપે આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. જે મુજબ જિલ્લામાં હિટવેવને કારણે કોઈપણ […]
વાસ્મો આણંદ દ્વારા ‘વિશ્વ મહિલા દિવસ’ જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કાર્યશાળા યોજાઈ
Published on: 11/03/2026પીવાના પાણીના વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી અને સશક્તિકરણ પર અપાયો ભાર આણંદ, સોમવાર: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તા.૮ માર્ચ નિમિત્તે વાસ્મો (WASMO) આણંદ દ્વારા મહિલાઓના ગૌરવ અને સશક્તિકરણને સમર્પિત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકાર દ્વારા ‘સુજલામ જળશક્તિ દિવસ’ અને ‘જળ મહોત્સવ’ નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું […]
સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તાલીમ કાર્યક્રમ યોજાયો
Published on: 11/03/2026આણંદ, સોમવાર: અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર નાયબ બાગાયત નિયામકની કચેરી,આણંદ હેઠળના પેટલાદ તાલુકાના ઈસરામા સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પેટલાદ તાલુકાની બહેનો માટે અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દરમિયાન બહેનોને આદર્શ કિચન ગાર્ડન, શાકભાજી ધરુ ઉછેર, ટેરેસ ગાર્ડન અને હાઈડ્રોપોનિક્સ ખેતી જેવા […]
દર મંગળવારે બોરસદ ચોકડી પાસેના કૃષિ કેન્દ્ર ખાતે બપોરના 3-00 થી 6-00 કલાક દરમિયાન પ્રાકૃતિક ખેત પેદાશો મળશે
Published on: 11/03/2026આણંદ, સોમવાર: આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્મા, આણંદના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ભવન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે 3-00 થી 6-00 કલાક દરમિયાન આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ […]
તા.10 મી માર્ચ ના રોજ ટાઉનહોલ, આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે
Published on: 11/03/2026મહિલા ઉત્કર્ષને સમર્પિત સામાજિક સંદેશ આપતું નાટક યોજાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં જિલ્લા સ્તરીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તથા મહિલા ઉત્કર્ષને સમર્પિત અને સામાજિક સંદેશ આપતું નાટકનું આયોજન રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ 10 મી માર્ચ 2026, મંગળવારને બપોરે 15-00 કલાકે ધીરજલાલ જે.શાહ, ટાઉનહોલ આણંદ ખાતે […]