Press Release

Filter by:
No Image

આણંદ જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને હાઇબ્રીડ બિયારણની કીટ્સ અપાશે

Published on: 05/06/2025

આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે વિનામૂલ્યે શાકભાજીના હાઈબ્રિડ બિયારણ કિટ આપવાની યોજનાને ચાલુ રાખવાની મંજુરી મળેલ છે. વર્ષ ૨૦૨૫- ૨૬માં  હાઈબ્રિડ શાકભાજીના ૧૦ ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે  વિનામૂલ્યે કિટ મળવાપાત્ર છે. હાઈબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટ વિનામુલ્યે આપવામાં આવશે. […]

No Image

બોરસદ ખાતેના પામોલ – બોરસદ નોટિફાઇડ કાંસની સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ

Published on: 05/06/2025

આણંદ, બુધવાર: આણંદ સિંચાઈ વિભાગ, આણંદ હસ્તકના કાંસ પેટા વિભાગ આણંદ હેઠળ ઉમરેઠ, આણંદ, પેટલાદ, બોરસદ અને આંકલાવ તાલુકાઓ ખાતેથી પસાર થતા નોટિફાઇડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ના જણાવ્યા મુજબ બોરસદ ખાતેના પામોલ – બોરસદ કાંસ નોટિફાઇડ કાંસ છે.  આ કાંસ ફક્ત વરસાદી પાણીના […]

પેટલાદના ધારાસભ્યશ્રી અને નિવૃત આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલએ પોસ્ટ વિભાગ મારફતે ઘેર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફીકેટનો મેળવ્યો લાભ 3

પેટલાદના ધારાસભ્યશ્રી અને નિવૃત આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલએ પોસ્ટ વિભાગ મારફતે ઘેર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફીકેટનો મેળવ્યો લાભ

Published on: 05/06/2025

રાજયના પેન્શનરોને ઘરે બેઠા જ હયાતી પ્રમાણપત્ર મળી રહે તેવા  રાજ્ય સરકારના નિર્ણયને  આવકારતા ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ. આણંદ, બુધવાર: રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલી સમજૂતી કરાર મુજબ ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત પેન્શનરોને હયાતી કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને […]

માત્ર ૨ મહિનામાં સારવાર કરીને ટીબીને હરાવતા કમળાબેન બારૈયા 2

માત્ર ૨ મહિનામાં સારવાર કરીને ટીબીને હરાવતા કમળાબેન બારૈયા

Published on: 05/06/2025

આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામના રહેવાસી કમળાબહેન બળવંતભાઈ બારૈયાને કફ,તાવ અને વજનમાં ઘટાડા જેવી તકલીફ થઈ હતી. આશાબહેન દ્વારા તેમણે સમજાવટ કરાતા ભરોડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવા તૈયાર થયા.રીપોર્ટ બાદ માલૂમ પડ્યું કે, કમળાબેન ટીબીગ્રસ્ત છે.ટીબીના કારણે તેમના ૭૫ ટકા ફેફસા અસરગ્રસ્ત થયા હતા.અશક્તિના લીધે  ૪૬ વર્ષીય કમળાબહેનનું વજન પણ માત્ર […]

No Image

બાગાયત ખાતા દ્વારા મળતી “પ્રોસેસિંગ સહાય યુનીટ અંતર્ગત” કેરીની સિઝનમાં પ્રોસેસિંગનું સ્ટાર્ટઅપ શરૂ કરતા ઉમરેઠના જીગરભાઈ પટેલ

Published on: 02/06/2025

સફળ સ્ટાર્ટઅપ થકી અન્ય ૭ જેટલા લોકોને  રોજગારી આપીને અન્ય યુવાઓને સફળતાની રાહ ચીંધી. કેરીની એક જ સીઝનમાં સરેરાશ રૂ.૧,૫૦,૦૦૦ જેટલી આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત. બાગાયતી યોજના અંતર્ગત મળતી પ્રોસેસિંગ યુનિટ સહાયનો વધુ લાભ લેવા માટે જિલ્લાના ખેડૂતોને અપીલ કરતાં નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ .સ્મિતા પીલ્લાઈ. આણંદ,સોમવાર: સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાયો લઈને યુવા […]

No Image

આણંદના સણસોલી ખાતે આવેલ  કૃષિ સંશોધન કેન્દ્ર તથા આણંદ કૃષિ યુનિર્વસિટીના સંયુક્ત ઉપક્રમે   નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

Published on: 29/05/2025

કૃષિ સખી અને કોમ્યુનિટી રીસોર્સ પર્શન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ. આણંદ,ગુરુવાર: આણંદના સણસોલી ખાતે આવેલ  કૃષિ સંશોધન કેન્દ્ર તથા આણંદ કૃષિ યુનિર્વસિટીના સંયુક્ત ઉપક્રમે   નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત કૃષિ સખી અને કોમ્યુનિટી રીસોર્સ પર્શન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો  વ્યાપ વધે તે માટે કેંદ્ર […]

No Image

ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોએ તકેદારી રાખવી

Published on: 29/05/2025

અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક દ્વારા જણાવવાનું કે,બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી […]

No Image

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં ૯૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો આવરી લેવાશે

Published on: 29/05/2025

વિકસિત કૃષિ સંકલ્પ રથ થકી ખેડૂતોને કૃષિ સંલગ્ન માર્ગદર્શિત કરાશે આણંદ,ગુરુવાર: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ એ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં ૧૨ જૂન સુધી ૯૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત કૃષિ સંકલ્પ થકી ખેડૂતોને કૃષિ સંલગ્ન માર્ગદર્શન આપવામાં આવશે. આ અભિયાન થકી ખેડૂતોને વાવણી વખતે પડતી […]

No Image

આણંદ  અમીન ઓટો ફાટક નં.૪ ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી લઈને નાના/ મધ્યમ વાહનો તથા ભારે વાહનોના ટ્રાફિક ડાયવર્ઝન માટેનું જાહેરનામું

Published on: 27/05/2025

તા.૩૦/૧૧/૨૦૨૫ સુધી વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન અમલમાં રહેશે. આણંદ,સોમવાર:: આણંદ  અમીન ઓટો ફાટક નં.૪(ચાર) ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂકતું તથા વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન કરવા  અંગેનું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે. જે અન્વયે આણંદ શહેરમાંથી અમીન ઓટો […]

No Image

આણંદ જિલ્લાના અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોએ ખાંડ તથા મીઠાનો રાહતદરે મળવાપાત્ર જથ્થો તા. ૩૧ મે સુધીમાં મેળવવાનો રહેશે

Published on: 27/05/2025

આણંદ,સોમવાર: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૨૩ અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે-૨૦૨૫ અને જૂન-૨૦૨૫ના માસના ઘઉં-ચોખા વિનામૂલ્યે તથા મે -૨૦૨૫ માસના મળવાપાત્ર ખાંડ તથા મીઠાનું રાહત દરે વિતરણ કરવાની કામગીરી આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ સરકાર માન્ય તમામ વાજબી ભાવના ભંડાર ખાતે ચાલુ છે. જે અન્વયે તા.૩૧ […]