Press Release
આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ ખુલ્લુ મુકાયુ
Published on: 17/10/2026ઇચ્છુક ખેડૂતો તા.૩૦ ઓક્ટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજીઓ કરી શકશે આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા તેમજ નવીન ખેતી કરવા ઈચ્છતા તમામ ખેડૂતોને સરકારશ્રીની બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જણાવાયું છે. જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતા હેઠળની વિવિધ યોજનાઓ જેમ […]
આણંદ જિલ્લાના કચલાપુરા ગામે મહિલા ખેડૂત દિવસની ઉજવણી કરાઈ
Published on: 17/10/2026આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં વાસદ સ્થિત ભા.કૃ.અનુ.પ.-ભારતીય મૃદા અને જળ સંરક્ષણ સંસ્થાન (ICAR-IISWC), સંશોધન કેન્દ્ર, વાસદ દ્વારા આણંદ જિલ્લાના કાચલાપુરા ગામે ‘મહિલા ખેડૂત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્યમાં ખેતી અને ડેરી ક્ષેત્રે મહિલાઓના યોગદાનના મહત્વ વિશે જણાવી મહિલાઓ કેવી રીતે ગૃહકાર્યની સાથે-સાથે શિક્ષણ, સંશોધન, ઉદ્યોગ અને ખેતી જેવાં વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રીતે […]
ઉમરેઠ તાલુકાના બેચરી ગામે ‘મહિલા કિસાન દિવસ – ૨૦૨૬’ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો
Published on: 17/10/2026ખેતીમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાન, પ્રાકૃતિક ખેતી અને તેના મૂલ્યવર્ધન વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ મહિલા કિસાન દિવસના અવસરે મહિલાઓ દ્વારા વિવિધ ઔષધીય રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું આણંદ, શુક્રવાર , “વિકસિત કૃષિ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિમાં યુવા મહિલા ખેડૂતોની ભૂમિકા” તથા “યુવા મહિલા કિસાન, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને મહિલા કૃષિનું […]
આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ: ગરીબી મુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો જરૂરી
Published on: 17/10/2026આણંદ, શુક્રવાર , વિશ્વમાં દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ ગરીબીની સમસ્યા અંગે વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવવાનો, ગરીબ અને વંચિત વર્ગના લોકોના અધિકારોનું રક્ષણ કરવાનો તથા દરેક વ્યક્તિને સન્માનપૂર્ણ જીવન જીવવાની સમાન તક મળે તે માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. ગરીબી માત્ર આર્થિક સમસ્યા […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી: ગણેશ ચોકડી પાસે આવેલ શિવ દુગ્ધાલય પાસેથી રૂપિયા ૨૫ હજારનો દંડ વસુલ કરાયો
Published on: 17/10/2026ખાદ્ય પદાર્થોમાં બેદરકારી, એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ઝડપાતા વહીવટી ચાર્જ વસૂલાયો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે મહાનગરપાલિકાનું કડક વલણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગણેશ ચોકડી પાસે આવેલ શિવ દુગ્ધાલયમાં આકસ્મિક ચેકિંગ આણંદ, શુક્રવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાધાન્ય આપીને કડક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બજારમાં […]
બોરિયાવી નગરપાલિકા દ્વારા ૧૫% વિવેકાધીન ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સની ખરીદી: બોરિયાવી પંથકના દર્દીઓને સમયસર મળશે સારવાર
Published on: 17/10/2026આણંદ, શુક્રવાર, બોરિયાવી નગરપાલિકા દ્વારા સ્થાનિક નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ ૧૫% વિવેકાધીન યોજના હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી સેવાથી બોરિયાવી અને તેની આસપાસના વિસ્તારના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મોટી સુવિધા પ્રાપ્ત થશે. સરકારી ગ્રાન્ટનો શ્રેષ્ઠ […]
ગુજરાતમાં ૧૦૧ નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો પ્રારંભ: આણંદ જિલ્લામાં ખંભાત ખાતે નવું કેન્દ્ર કાર્યરત થયું
Published on: 17/10/2026શ્રમિકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા રાજ્ય સરકારની મોટી પહેલ: આણંદ જિલ્લામાં ભોજન કેન્દ્રોની સંખ્યા 07 પર પહોંચી ખંભાતના ગવારા ટાવર પાસે તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે નવા કેન્દ્રનું ઉદઘાટન આણંદ, શુક્રવાર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમજીવીઓના કલ્યાણ અને તેમને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી અમલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો આજે રાજ્યવ્યાપી […]
પેટલાદ ખાતે રૂ. ૯.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક નવીન બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
Published on: 17/10/2026આણંદ, શુક્રવાર , રાજ્ય સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અભિયાન હેઠળ પેટલાદ ખાતે અંદાજિત રૂપિયા ૯.૩૫ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક નવીન બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ […]
આણંદ જિલ્લાના વિવિધ વાઈટલ, સેન્સિટીવ એરિયા અને મહત્વના સરકારી સ્થાપનોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયા
Published on: 16/10/2026આણંદ, ગરૂવાર , આણંદ જિલ્લામાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણીને ધ્યાને રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારા દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જિલ્લાના વિવિધ વાઈટલ એરિયા, સેન્સિટીવ એરિયા અને મહત્વના સરકારી સ્થાપનોને ‘નો ડ્રોન ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશ મુજબ જિલ્લાના નિર્ધારિત વિસ્તારોમાં […]
પેટલાદના સુંદરણા ગામે જાળેશ્વર મહાદેવ પરિસરમાં પક્ષીઘરનું ભૂમિપૂજન કરતા નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ
Published on: 16/10/2026આણંદ, ગુરૂવાર, પેટલાદના સુપ્રસિદ્ધ સુંદરણા ગામે આવેલ જાળેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે દાતાશ્રીઓના અમૂલ્ય સહયોગથી નવનિર્માણ પામનાર પક્ષીઘરનો ભૂમિપૂજન સમારોહ નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રકૃતિ અને પશુ-પક્ષીઓના જતન પ્રત્યે સમાજની સંવેદનશીલતા ઉજાગર કરતા આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે દાતાશ્રીઓની ભામાશા જેવી મનોવૃત્તિ અને […]