નવું શું છે
આણંદ જિલ્લાની ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા બાળ શ્રમ નાબુદી અંગેની રેઈડ કરી
પ્રકાશિત ક્યારે થયું: 28/03/2025આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલ ખાતે આવેલ સંસ્થા ન્યુ ટોપ બ્રિક્સમાં કામ કરતા એક બાળમજૂરને મુક્ત કરાવ્યો. વિદ્યાનગર ખાતે સંસ્થા પ્રતાપ ભાજીપાવ અને પુલાવ તથા જોષી કિચનના માલિકને તરૂણ શ્રમયોગીઓ રાખવા બદલ નિયમન નોટિસ. ન્યુ ટોપ બ્રિક્સના માલિક વિરુધ્ધ આંકલાવ પોલીસ મથકે બાળમજૂરીની ફરિયાદ નોંધાવવામાં આવી. આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલમાં આવેલ સંસ્થા […]
ઉમરેઠ નગરપાલિકા દ્વારા ઓડ ચોકડીથી દામોદર વડ સુધીના કાંસમાં સ્લેબની કામગીરી હાથ ધરાશે
પ્રકાશિત ક્યારે થયું: 28/03/2025આણંદ, ગુરૂવાર: આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ હેઠળ ઉમરેઠ, આણંદ,પેટલાદ,બોરસદ તથા આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિ.મી નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. જે અન્વયે ઉમરેઠ ખાતે ઓડ ચોકડીથી પરવટા સુધીનો ભટ્ટ ટેંક ટુ થામણા એસ્કેપ કાંસ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નોટીફાઈડ કાંસ છે.ઓડ ચોકડીથી દામોદર વડ સુધીનો કાંસ […]
આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 28/03/2025આણંદ,ગરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી કલેકટરશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત કાર્યક્રમમાં […]
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા) આ.કૃ.યુ. આણંદ ખાતે અમદાવાદ જિલ્લાના વિસ્તરણ કાર્યકરો માટે પ્રાકૃતિક કૃષિ પર તાલીમ યોજાઇ
પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025આણંદ,સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા) અને અમદાવાદના , જિલ્લા પંચાયતની જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીના સંયુકત ઉપક્રમે તા. ૨૦ અને ૨૧ માર્ચના રોજ અનિકેત ખેડૂત નિવાસ, આ.કૃ.યુ., આણંદ ખાતે અમદાવાદ જિલ્લાના ગ્રામસેવકો અને વિસ્તરણ અધિકારી (ખેતી) માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઇ હતી. આ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના ૧૦૦ જેટલા ગ્રામસેવકો અને વિસ્તરણ […]
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025જિલ્લાના પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતાં કુલ ૪૪ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો આણંદ,સોમવાર: એગ્રોનોમી વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા તા: ૧૭ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રાધ્યાપક અને વડા, એગ્રોનોમી વિભાગ, બીએસીએ, ડો. વી. જે. પટેલના અધ્યક્ષસ્થાને ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં […]
આણંદ ખાતે તા.૨૭ માર્ચ ના રોજ જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025આણંદ જિલ્લાનાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે સ્પર્ધાની વધુ જાણકારી માટે ફોન નંબર ૭૯૯૦૨ ૩૯૭૧૪ ઉપર સંપર્ક કરવા અનુરોધ આણંદ, સોમવાર: કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટનું આયોજન આગામી તા.૨૭/૦૩/૨૦૨૫ના રોજ કરવામાં આવનાર છે. […]
“ટીબી મુક્ત ભારત” “ટીબી મુક્ત આણંદ ” ને સફળ બનાવવા માટે આણંદ જિલ્લાને મળ્યા ત્રણ TRUENAAT મશીન
પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025TRUENAAT મશીન થકી ટીબીનું નિદાન વધુ સારી રીતે કર શકાશે આણંદ,સોમવાર:: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા વર્ષ ૨૦૨૫માં TB મુક્ત ભારત બનાવવા માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે કામ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે તેને સફળ બનાવવાના ભાગરૂપે MGVCL આણંદ તરફથી આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગને ૦૩ TRUENAAT મશીન આપવામાં આવ્યા છે. જેની સેવાઓ સોજીત્રા, તારાપુર અને આકલાવ […]
આણંદ મહાનગર પાલિકાના નગરજનોએ જાહેર રજાના દિવસો તા.૨૨ અને તા.૨૩ માર્ચ ના રોજ રૂ.૧૩.૮૦ લાખ નો મિલકત વેરો જમા કરાવ્યો
પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025આણંદ, સોમવાર: આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને તેમને ભરવા પાત્ર બાકી મિલકત વેરો ભરવા માટે તા. ૩૧ માર્ચ સુધી રજાના દિવસોએ પણ મહાનગરપાલિકા આણંદ ખાતેની ટેક્સ વિભાગની કચેરી ચાલુ રાખવામાં આવી છે, ત્યારે જાહેર રજા ચોથો શનિવાર તા.૨૨ અને રવિવાર તા.૨૩ માર્ચ ના જાહેર રજા ના દિવસે નગરજનોએ પોતાનો બાકી મિલકત વેરો જમા કરાવ્યો છે અને […]
રમઝાન માસ, ચેટીચાંદ, રમઝાન ઈદ અને રામનવમી તહેવારોના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આણંદ અને ખેડા જિલ્લાના ખાતર વિક્રેતાઓની શિબિર યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 21/03/2025આણંદ, શુક્રવાર: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા આણંદ અને ખેડા જિલ્લાના ખાતર વિક્રેતાઓની શિબિર આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર સ્મૃતિ કેન્દ્ર, મિટિંગ હોલ ખાતે રાખવામાં આવી હતી. આ શિબિર જી.એન.એફ.સી.લી.ના માર્કેટિંગ વિભાગના હેડ શ્રી વી વી બિરાદરના માર્ગદર્શન હેઠળ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. કે. બી. કથીરીયા ના અધ્યક્ષસ્થાને કરવામાં […]