આણંદ મહાનગર પાલિકાના  નગરજનોએ જાહેર રજાના દિવસો તા.૨૨ અને તા.૨૩ માર્ચ ના રોજ રૂ.૧૩.૮૦ લાખ નો મિલકત વેરો જમા કરાવ્યો

પ્રકાશિત તારીખ : 24/03/2025
Anand Municipal Corporation Collects ₹13.80 Lakh in Property Tax on Public Holidays (March 22-23) 1

આણંદ, સોમવાર: આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને તેમને ભરવા પાત્ર બાકી મિલકત વેરો ભરવા માટે તા. ૩૧ માર્ચ સુધી રજાના દિવસોએ પણ મહાનગરપાલિકા આણંદ ખાતેની ટેક્સ વિભાગની કચેરી ચાલુ રાખવામાં આવી છે, ત્યારે જાહેર રજા ચોથો શનિવાર તા.૨૨ અને રવિવાર તા.૨૩ માર્ચ ના જાહેર રજા ના દિવસે નગરજનોએ પોતાનો બાકી મિલકત વેરો જમા કરાવ્યો છે અને માત્ર બે દિવસમાં જ રૂપિયા ૧૩.૮૦ લાખની આવક થઈ છે.

આમ, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો દ્વારા રજાના દિવસોએ પણ પોતાનો મિલકત વેરો જમા કરાવ્યો છે.

આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે કે આગામી તારીખ ૩૦ ને રવિવાર અને તા. ૩૧ માર્ચ ના સોમવારના રોજ રમજાન ઈદની જાહેર રજા ના દિવસોએ પણ આણંદ મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ઓફિસ સવારે ૧૧- ૦૦ કલાકથી બપોરના ૧૬- ૦૦ કલાક સુધી ચાલુ રહેશે, તો નગરજનોએ બાકી મિલકત વેરો ભરવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેર રજા ના દિવસોએ આપવામાં આવેલી સવલતનો લાભ લઈ મિલકત વેરો જમા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.