પ્રેસનોટ- જાહેરાત
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026તા.2 થી તા.4 જુલાઈ સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, ગુરૂવાર , એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23 EA, EB, EC, ED, EE, EF, EG EH, EJ, EK અને EL, નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, […]
આણંદ જિલ્લામાં ૨૮ જૂને પલ્સ પોલિયો અભિયાન: ૨.૫૦ લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીથી સુરક્ષિત કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026પોલિયો મુક્ત ભારત અભિયાન: આણંદ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને રસી પીવડાવવા તંત્ર સજ્જ ૭૩૨ બૂથ અને ૧૪૬૪ ટીમો દ્વારા જિલ્લાના ખૂણે-ખૂણે પહોંચશે આરોગ્ય કાર્યકરો આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં આગામી ૨૮ જૂન, રવિવારના રોજ પલ્સ પોલિયો એન.આઈ.ડી. (NID) રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા […]
આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ (GAS) એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા સામેલ યાદી મુજબના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં કોઇપણ વ્યક્તિ/ વ્યક્તિ સમૂહો/ પ્રવાસીઓના પ્રવેશ કરવા પર તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા.૨૯/૦૬/૨૦૨૬ થી […]
મહી નદી પર રૂ. ૧૭૦૦ કરોડના ખર્ચે સાકાર થશે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રીજ’ : ત્રણ જિલ્લાના વિકાસને મળશે નવી દિશા
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026ધુવારણ પાસે મહી નદી પર બનશે ભવ્ય બેરેજ, ખારાશ ઘટશે અને અંતરમાં ૭૫ કિમીનો મોટો ઘટાડો થશે ચરોત્તરથી ભરૂચ સુધીનો વિસ્તાર બનશે સમૃધ્ધિનું નવુ સરનામુ બદલપુર બેરેજ યોજનાને મળી સૈદ્ધાંતિક મંજૂરી આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. […]
આણંદ જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ: દાતાઓએ રૂ.3.55 કરોડથી વધુનું માતબર દાન રોકડ અને વસ્તુ સ્વરૂપમાં આપ્યું
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026શિક્ષણના મહાપર્વે જનભાગીદારીનો અનોખો સંગમ: આણંદ જિલ્લાની 1258 શાળાઓમાં હર્ષોલ્લાસ સાથે બાળકોને આવકારાયા કન્યા કેળવણી મહોત્સવ હેઠળ જિલ્લાના 08 તાલુકાઓમાં રોકડ અને વસ્તુ સ્વરૂપે શિક્ષણરથને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં ૧૭,૦૪૯ બાળકો અને ધોરણ-૧ માં ૯૧૪ નવા વિદ્યાર્થીઓનું થયું નામાંકન આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન યોજાયેલ ‘કન્યા […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 25/06/2026બોરસદ તાલુકાના બોદાલ ગામે કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયુ ૧૫ ભૂલકાંઓને પાટી પેન અને શૈક્ષણિક કીટ આપી આંગણવાડી પ્રવેશ કરાવતા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી આણંદ, બુધવાર , બાળકોના પ્રારંભિક બાળપણના વિકાસ અને પોષણને વધુ સુદ્રઢ બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતાં, બોરસદ તાલુકાના બોદાલ ગામે […]
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આણંદ જિલ્લાના બોરસદમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા
પ્રકાશિત ક્યારે થયું: 25/06/2026બોરસદ તાલુકાના દાવોલમાં પ્રાથમિક આરોગ્ય કેંદ્ર અને વાસણા(બો) ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર જનતા માટે સમર્પિત આણંદ, બુધવાર , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સુશાસન, વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યોને અગ્રીમતા આપીને ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના […]
ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 25/06/2026શિક્ષણ દ્વારા ૧૦૦ ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપ આઉટ રેશિયોનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપતનો અનુરોધ વિદ્યાર્થીઓ રુચિના વિષયોમાં આગળ વધી કારકિર્દીનું ઘડતર કરે તે સમયની માંગ દીકરીઓ શિક્ષણ મેળવી બે કુળને રોશન કરે તે માટે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા આહવાન શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન નહીં પણ સાચી સમજણ આપે છે આણંદ, […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 25/06/2026બોદાલ વિદ્યામંદિર ખાતે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો, ૧૬૯ વિદ્યાર્થીઓનો થયો શાળા પ્રવેશ વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને નામાંકન, નિયમિત હાજરી અને ગુણવત્તાસભર શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે , શ્રી રમણભાઈ સોલંકી આણંદ, બુધવાર , કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બોરસદ તાલુકાની બોદાલ વિદ્યામંદિર ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક […]
પેટલાદના મહેળાવ પે-સેન્ટર કુમાર શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી: ૮૬ ભૂલકાંઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા
પ્રકાશિત ક્યારે થયું: 25/06/2026નાયબ વન સંરક્ષક વિવેકકુમાર તોડકરની ઉપસ્થિતિમાં નૂતન વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી ઉષ્માભેર સ્વાગત કરાયું શિક્ષણની સાથે પર્યાવરણ જતનનો સંદેશ: ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સેવાનો પ્રારંભ કરાયો આણંદ, બુધવાર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવાના ઉમદા હેતુથી હાથ ધરવામાં આવેલા […]