પ્રેસનોટ- જાહેરાત
તા.૩ જુલાઇ ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2026‘વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી’: આણંદના સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે રક્તદાન દ્વારા માનવતાના કાર્યમાં જોડાવા આણંદ જિલ્લા વહીવટી તંત્રનું જાહેર આહવાન આણંદ, બુધવાર, આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માનવતાના ઉમદા હેતુસર આગામી તારીખ ૦૩ જુલાઈ, ૨૦૨૬ ના શુક્રવાર ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. “વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી, ગીવ બ્લડ, […]
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2026આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં આગામી તા.૧૬/૦૭/૨૦૨૬ ના રોજ રથયાત્રાનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂઇએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર આણંદ જિલ્લામાં તા.૦૩/૦૭/૨૦૨૬ થી તા.૧૭/૦૭/૨૦૨૬ સુધી બંને દિવસો સહિત […]
ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2026પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો આણંદ,બુધવાર, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં તા. ૧ જુલાઈથી તા. ૭ જુલાઈ સુધી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજ ખાતેથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ […]
ગુજરાતની જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગુંજશે નાદ: ૧ લી જુલાઈ એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે રાજ્યવ્યાપી પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2026તા. ૧ જુલાઈ ના રોજ પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાશે આણંદ, મંગળવાર ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં આગામી ૧લી જુલાઈ ૨૦૨૬, બુધવારના રોજ ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેટલાદ ખાતે સફાઈ અભિયાનનું આયોજન […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાની હેલ્પલાઈન સિસ્ટમ ઉપર ૧૨-જુન-૨૬ થી ૨૮-જુન – ૧૭ દિવસમાં ૧૨૧૪ નાગરિક ફરિયાદો મળી
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2026KAMC નાગરિક સેવા અભિયાન: ૧૨ જુન પહેલાંની પડતર અને ૧૨ થી ૨૮ જુન – ૧૭ દિવસ દરમ્યાન મળેલી ફરીયાદો પૈકી ૭૦ ટકા ફરિયાદોનું સફળ નિવારણ કરાયું , કુલ ૮૪૮ પ્રશ્નો ઉકેલાયા. હેલ્પલાઈન સિસ્ટમ ઉપર સ્ટ્રીટલાઇટ, ગટર અને સફાઇની ફરિયાદો સૌથી વધુ સફાઇલક્ષી પ્રશ્નોમાં મનપા તંત્રની ૯૭% પ્રશ્નોના નિરાકરણની કામગીરી આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા (KAMC) […]
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ : આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026તારાપુર તાલુકાની મોભા પ્રાથમિક શાળામાં મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વધારવા સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬’ અંતર્ગત તારાપુર તાલુકાની મોભા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ […]
બોરસદના બોદાલ ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે બે નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026મંત્રી શ્રી એ આંગણવાડીના ભૂલકાઓને કીટ વિતરણ કરી પ્રવેશ કરાવ્યો આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં શિક્ષણ અને પોષણ અભિયાનને વેગ આપતા, ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આજે આઈ.સી.ડી.એસ. ઘટક-૩ ના દાવોલ સેજા હેઠળ આવતા બોદાલ ગામમાં બે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. […]
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(આયુષ્માન આરોગ્ય મંદિર) નું ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના […]
તારાપુરના મોભા, બેગમપુરા અને ભંડેરજમાં ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસમાં બનશે સહભાગી આણંદ, ગુરૂવાર, આઈ.સી.ડી.એસ. ઘટક તારાપુર હેઠળના મોરજ સેજાના વિવિધ ગામોમાં બાળકોના પોષણ અને પાયાના શિક્ષણને વેગ આપવા માટે ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે મોભા ગામ, બેગમપુરા અને ભંડેરજ ખાતે નવનિર્મિત […]
તા.26 જૂન ના રોજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા આણંદની મુલાકાતે; વિદ્યાર્થી સન્માન સમારોહમાં આપશે હાજરી
પ્રકાશિત ક્યારે થયું: 29/06/2026અમૂલ ડેરી ખાતે મંત્રીશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાશે આણંદ, ગુરૂવાર, ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા આર. જાડેજા તા. ૨૬/૦૬/૨૦૨૬, શુક્રવારના રોજ આણંદ જિલ્લાની સત્તાવાર મુલાકાતે પધારશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આણંદની અમૂલ ડેરીના પરિસરમાં આવેલા સરદાર પટેલ એસેમ્બલી હોલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં […]