બંધ

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

તારીખ : 15/08/1995 - 31/03/2019 | સેક્ટર: સમાજ કલ્યાણ
NFBS

હેતુ

  • ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિનું મ્રુત્યુ થતાં એ કુટુંબના અન્ય લોકોને તાત્કાલીક જીવવાનો સહારો મળી રહે.

ટૂંક પરિચય

  • આ યોજના ગરીબી રેખા નીચે જીવતાં આર્થિક સહારો ગુમાવી બેઠેલા કુટુંબને રૂ.૨૦૦૦૦/- ની સહાય કરે છે. ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ થી ૬૪ વર્ષની વય ધરાવતાં વ્યક્તિનાં આકસ્મિક કે કુદરતી મ્રુત્યુ બાદ તેના ઘરની વ્યક્તિને આ સહાય એકવાર આપવામાં આવે છે.

યોજનાની લાક્ષણિકતાઓ

  • ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબની મુખ્ય કમનાર વ્યક્તિ મ્રુત્યુ પામતાં તેનાં કુટુંબીજનોને રૂ. ૨૦,૦૦૦/-ની આર્થિક સહાય એકવાર મળવાપાત્ર થાય છે.

દસ્તાવેજ

  • ગરીબી રેખાનું ઓળખપત્ર.
  • રહેઠાંણનો પુરાવો.
  • આકસ્મિક કે કુદરતી મ્રુત્યુનો દાખલો.
  • નાગરિક્ત્વનો પુરાવો.

લાયકાત

  • લાભાર્થી પાસે ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • મ્રુત્યુ પામનાર વ્યક્તિની ઉંમર ૧૮-૬૪ વર્ષની હોવી જોઇએ.

લાભાર્થી:

૧૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછી ઉંમરના

લાભો:

રૂ. ૨૦,૦૦૦/-ની આર્થિક સહાય