બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • રૂ. ૩.૯૮ કરોડના ખર્ચે વિવિધ નાળાના કામોનું રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

    પેટલાદ વિધાનસભા વિસ્તારમાં વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામે કાંસ ઉપર નવા નાળાઓ બનાવાશે આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પેટલાદ વિધાનસભા વિસ્તારમાં વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામોમાંથી પસાર થતા કાંસ ઉપર અંદાજિત રૂ. ૩ કરોડ ૯૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ નાળાના કામોનો […]

  • કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સચોટ કામગીરીને પગલે મોટું જોખમ ટળ્યું

    નેશનલ હાઈવે ૪૮ પર ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું; ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી આણંદ, શનિવાર: કરમસદ આણંદ આજે ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચકતા અને સચોટ કામગીરીને કારણે હાઈવે પર એક મોટું જોખમ સર્જાતા ટાળી શકાયું હતું અને જાન-માલનું નુકસાન અટકાવી શકાયું હતું. આજરોજ વહેલી સવારે નેશનલ હાઈવે ૪૮, એકતા હોટલ નજીક, ગામડી રેલ્વે […]

  • પ્રાકૃતિક ખેતી: ઓછા ખર્ચે વધુ આવક અને પર્યાવરણ સંરક્ષણનો માર્ગ

    દશપર્ણી અર્ક: પ્રાકૃતિક ખેતીનું શક્તિશાળી જંતુનાશક, ખેડૂતો માટે વરદાન રસાયણમુક્ત ખેતી અપનાવો: દશપર્ણી અર્ક બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા અને તેના ફાયદા આણંદ, શનિવા: પ્રાકૃતિક ખેતી એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો ઉત્તમ માર્ગ છે. દેશી ગાય આધારિત આ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમજ પ્રાકૃતિક […]

  • આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા

    આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓની બદલી અને બઢતી સાથે બદલી કરી છે. આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સેવા સદન ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ – 2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી ની બદલી જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ […]

વધુ...
Praveen Chaudhari
કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)