બંધ

વસ્તી ગણતરી 2027

પ્રકાશિત તારીખ : 21/05/2026

નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ઓનલાઇન સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી

આણંદ જિલ્લાના નગરજનોને સ્વ ગણતરી પ્રક્રિયા માં સહભાગી બનવા કરી અપીલ

આણંદ, મંગળવાર, નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આજે પેટલાદ તાલુકાના શાહપુર ગામે તેમના ઘરે ઓનલાઇન સ્વ ગણતરી પ્રક્રિયા પૂરી કરી હતી. મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ અને ભવિષ્યની યોજનાઓના સચોટ આયોજન માટે ‘જનગણના-૨૦૨૭’ અત્યંત મહત્વપૂર્ણ છે. આજે તેમણે ઓનલાઈન સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને આણંદ જિલ્લાના નગરજનોને જન ગણના 2026માં સહભાગી બનવા અપીલ કરી હતી અને દરેક નાગરિક ઓનલાઈન સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરે તે માટે અનુરોધ કર્યો છે.

મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું કે વસ્તી ગણતરી એ એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેનો મુખ્ય  આશય લોકકલ્યાણની વિવિધ યોજનાઓનું સચોટ અમલીકરણ તેમજ ભવિષ્યના વિકાસ કાર્યોને વધુ અસરકારક રીતે સુનિશ્ચિત કરવાનો છે.

મંત્રી શ્રી એ નાગરિકોને અપીલ કરી છે કે, મેં સ્વ ગણતરી ઓનલાઇન પૂર્ણ કરી છે અને તમે બધા પણ ઓનલાઇન સ્વ ગણતરી પૂર્ણ કરો. નાગરિકો hppts://se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશો તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.

જન ગણના 2027 માં નાગરિકો સ્વ ગણતરી કરીને ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ આ પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી હતી અને તારીખ 1લી જૂનથી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીના કર્મચારીઓ જ્યારે ઘરે આવે ત્યારે સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તેનો માત્ર નંબર બતાવવાનો રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રક્રિયા ખૂબ જ સરળ, ઝડપી અને સુરક્ષિત છે અને થોડાક સમયમાં સહેલાઈથી પૂર્ણ થઈ જાય છે. સ્વગણતરી કરવા અંગે કોઈપણ મુઝવણ કે મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર 1855  નંબર પર સંપર્ક કરી મદદ મેળવી શકાશે, તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું છે.

વસ્તી ગણતરી 2027

વસ્તી ગણતરી 2027

વસ્તી ગણતરી 2027

વસ્તી ગણતરી 2027

વસ્તી ગણતરી 2027

વસ્તી ગણતરી 2027

વસ્તી ગણતરી 2027

વસ્તી ગણતરી 2027

 

વસ્તી ગણતરી 2027