બંધ

તા.16/17/18 અને 23 જૂન ના રોજ મનરેગાના લોકપાલ ઉમરેઠ, સોજીત્રા, આણંદ અને બોરસદ ખાતે ઉપસ્થિત રહેશે

પ્રકાશિત તારીખ : 12/06/2026

ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત હોય તો બપોરના 1-00 થી 2-00 કલાક દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ મળશે

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ ખાતે લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરીમાં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય, વેતન મળ્યું ન હોય અથવા કોઈપણ જાતનો મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તથા રોજગારી માટે મનરેગામાં સમાવિષ્ટ ન કર્યા હોય તેવા કોઈ પ્રશ્ન હોય તો  તેઓ આ પ્રશ્ન સાંભળશે, ગ્રામજનો તેમની રજૂઆત કરી શકશે.

આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલ તા.16 મી જૂન ના રોજ ઉમરેઠ, તા. 17મી જૂનના રોજ સોજીત્રા, તા. 18મી જૂનના રોજ આણંદ અને તા. 23 જૂનના રોજ બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે બપોરે 1-00 થી 2-00 કલાક દરમિયાન મનરેગા સંબંધી કોઈપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ રૂબરૂ  મળી શકશે તેમ જણાવ્યું છે.