તા.12 જુલાઈ ના રોજ પેટલાદમાં નવનિર્મિત ‘ડો. બાબા સાહેબ આંબેડકર ભવન’નું લોકાર્પણ કરાશે
પ્રકાશિત તારીખ : 08/07/2026
નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે પેટલાદમાં આંબેડકર ભવનનું ઉદ્ઘાટન થશે
આણંદ, મંગળવાર, પેટલાદ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં વધારો કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા આગામી ૧૨ મી જુલાઈ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પેટલાદના જી.આઈ.ડી.સી. પાસે આવેલ હિરા પાર્ક સોસાયટી ખાતે નવનિર્મિત ‘ડો. બાબા સાહેબ આંબેડકર ભવન’નું લોકાર્પણ ગુજરાત સરકારના નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તેમજ શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
આ પ્રસંગે રણછોડજી મંદિર, પેટલાદના મહંત શ્રી વાસુદેવજી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે. આ સમયે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનું નિમંત્રણ પેટલાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કોકીલાબેન તળપદા, ઉપપ્રમુખ શ્રી મનિષભાઈ શાહ, કારોબારી ચેરમેન શ્રી જય પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન શ્રીમતી કાજલ પટેલ અને ચીફ ઓફિસર શ્રી કૃણાલભાઈ પટેલ સહિત સમગ્ર નગરપાલિકા પરિવાર દ્વારા પાઠવવામાં આવ્યું છે.