બંધ

તા. 01 એપ્રિલ 2026 થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ

પ્રકાશિત તારીખ : 01/04/2026

આણંદ, સોમવાર ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવેલ છે કે આગામી તારીખ 01 એપ્રિલ 2026 થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે.

જો તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો તમારી ગાડી માં FASTag થી અથવા UPI જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ UPI એપ્લિકેશન થી જ પેમેન્ટ વસુલવામાં આવશે.

વધુ માં જે વાણિજ્ય વાહનો ખોટા દસ્તાવેજ રજૂ કરી અતિભાર (Overload) ના પૈસા નજદીક ના ટોલ સુધી ભરી બીજા આગળ ના ટોલ પર થી પસાર થાય છે, તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ અમદાવાદ વડોદરા એક્સપ્રેસવ હાઈવે NE 01 ના લાયઝન મેનેજર તેમજ ટોલ મનેજર દ્વારા જણાવવામાં આવ્યુ છે.