બંધ

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ

પ્રકાશિત તારીખ : 22/06/2026

આણંદ જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ

આણંદ, શનિવાર , આણંદ જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામોને વિકસિત કરવાના ઉદ્દેશ્ય સાથે આણંદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લાના જાણીતા યાત્રાધામો, પ્રવાસન સ્થળો તેમજ કુદરતી અને ઐતિહાસિક વિરાસત સમાન તળાવો અને વાવ તથા બાગ બગીચા સહિતના સ્થળોના બ્યુટિફિકેશન (સૌંદર્યીકરણ) અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આણંદ જિલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ છે, ત્યારે અહીં આવેલા પ્રવાસન સ્થળોનો સુઆયોજિત વિકાસ કરવાથી પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે જેથી સ્થાનિક રોજગારીની તકો વધારવા તથા યાત્રાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા અંગેની બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા પ્રકૃતિધામો અને ઐતિહાસિક ધરોહર સમાન સ્થળોની જાળવણી અને આધુનિકીકરણ અંગે મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ દ્વારા મહત્વના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. સમિતિના સભ્યશ્રીઓ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારમાં હાથ પર લેવાયેલા પ્રવાસન પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવા અને નવા આકર્ષણો ઉમેરવા બાબતે રજૂઆતો કરવામાં આવી હતી.

આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઇ સોલંકી, ગૃહ રાજ્યમંત્રી અને પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુરીબેન પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી વિપુલ પટેલ અને શ્રી અમિત ચાવડા તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી લલિત પટેલ સહિત જિલ્લા પ્રવાસન સમિતિના સભ્યશ્રીઓ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.