બંધ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આંતરમાળખાકીય વિકાસ માટે કરોડોના કામોને સૈદ્ધાંતિક મંજૂરી: શહેરને મળશે નવી ઓળખ અને અત્યાધુનિક સુવિધાઓ

પ્રકાશિત તારીખ : 19/09/2026

રાજમાર્ગ પરના પ્રાપ્તિ સર્કલનું ‘સેવા જ્યોતી સર્કલ’ તરીકે નામાભિધાન થશે; એપીસી સર્કલ પર ₹૩૧.૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામશે બ્રિજ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઉટગ્રોથ, સડક અને આંતરમાળખાકીય સુવિધાઓ માટે ₹૧૦૦ કરોડ મંજુર

કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ

આણંદ, શુક્રવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુર સુથારની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી આ બેઠકમાં નક્કી થયા મુજબ મહાનગરપાલિકા વિસ્તારના સર્વાંગી વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓ માટે વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટ્સ અને દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.

રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને અન્ય ગ્રાન્ટ્સ હેઠળ શહેરના વિકાસ માટે આશરે ₹૧૦૦ કરોડથી વધુની રકમના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસલક્ષી અભિગમ અંતર્ગત સિવિલ ઈજનેરી, સીટી બ્યુટીફીકેશન, સેનિટેશન અને ટાઉન પ્લાનીંગ વિભાગના વિવિધ લોકઉપયોગી પ્રોજેક્ટ્સને મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા આગળની કાર્યવાહી માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

શહેરના સિવિલ ઈજનેરી અને સીટી બ્યુટીફીકેશન વિભાગ દ્વારા રજૂ કરાયેલ અહેવાલ મુજબ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરમસદ-આણંદ મહાનગરપાલિકાને વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ ઘટકોમાં માતબર રકમ ફાળવવામાં આવી છે. જેમાં આઉટગ્રોથ વિસ્તારના કામો માટે અંદાજીત ₹૧૫ કરોડ ઉપરાત મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ₹૦૬ કરોડ અને આંતરમાળખાકીય સુવિધાઓના કામો માટે ₹૬૨ કરોડ અને આઇકોનિક રોડ માટે ₹૧૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકારની જોગવાઈ મુજબ ફાળવેલ રકમના ૧૫૦% સુધીના આયોજનની મર્યાદામાં રહીને મહાનગરપાલિકા દ્વારા નવીન કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ અંતર્ગત અગાઉના બાકી કામો સહિત અંદાજે ₹૧૦૦ કરોડ ઉપરાંતના નવા વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરી સરકારમાં મંજૂરી અર્થે મોકલવાનો નિર્ણય લેવાયો છે.

શહેરની આગવી ઓળખ ઉભી કરવાના ભાગરૂપે સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલ ‘પ્રાપ્તિ સર્કલ’ ને હવે “સેવા જ્યોતી સર્કલ” તરીકે ઓળખવામાં આવશે. આ સર્કલને વડાપ્રધાનશ્રીના સેવા, સુશાસન અને રાષ્ટ્રપ્રથમના સંકલ્પને પ્રતિબિંબિત કરતા એક કલાત્મક અને પ્રેરણાદાયી સ્મારક તરીકે સુશોભિત કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે એપીસી સર્કલ (રાજમાર્ગ રોડ) પર નવીન બ્રિજ બનાવવાની કામગીરીના પ્રોજેક્ટ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા બાદ ₹૩૧.૩૩ કરોડના ખર્ચે કામગીરી સોંપવા અંગેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

નાગરિકોની સુવિધા અને આરોગ્યને પ્રાધાન્ય આપતા મહાનગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન હેઠળ ₹૩.૨૦ કરોડના ખર્ચે ૨૦૦ શીટ ધરાવતા ૨૦ નંગ પ્રિ-ફેબ્રિકેટેડ FRP કોમ્યુનિટી અને પબ્લિક ટોઇલેટ બનાવવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટમાં અગાઉની તકનીકી ખામીઓ દૂર કરી ડ્રેનેજ અને પાણીની સુવિધા સાથેના રિવાઇઝ્ડ પ્લાનને મંજૂરી અપાઈ છે. સાથોસાથ, ટીપી-૧૦ માં ₹૫.૮૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન સ્વિમિંગ પૂલને કાર્યરત કરવા માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના ટેન્ડર બહાર પાડવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરના વિવિધ કોમ્યુનિટી હોલની જાળવણી ખાનગી એજન્સી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે જેથી નાગરિકોને સાફ-સફાઈ અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ મળી રહે.

સેનિટેશન વિભાગ દ્વારા શહેરના નવા ભળેલા વિસ્તારો જેવા કે લાંભવેલ, ગામડી, જીટોડીયા અને મોગરીમાં સ્વચ્છતા જાળવવા માટે ₹૩૦ લાખના ખર્ચે બે નવા ટ્રેક્ટર ફ્રન્ટ ડોઝર ખરીદવાની મંજૂરી અપાઈ છે. સફાઈ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને માસિક ₹૧૦,૦૦૦ ની સહાય આપી સન્માનિત કરવામાં આવશે. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે આગામી ગણેશ મહોત્સવમાં ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ અને કૃત્રિમ તળાવમાં વિસર્જન અંગે જનજાગૃતિ લાવવા માટે સ્થાનિક ન્યૂઝ ચેનલના સહયોગથી વિનામૂલ્યે હોર્ડિંગ્સ પ્રદર્શિત કરવાની પણ મંજૂરી ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આપવામાં આવી છે.