બંધ

આપત્તિ વ્યવસ્થાપન

 

મુખ્ય કાર્યો

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ

વરસાદ, વાવાઝોડા, ભૂકંપ જેવી કુદરતી આફતો તથા આગ અકસ્‍માત જેવી માનવ સર્જિત આફતો વખતે નુકશાનની માહિતી તથા બચાવ અને રાહત કામગીરી માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (DEOC) ખાતે ૨૪x૭ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત હોય છે. આ કંટ્રોલ રૂમમાં ટેલીફોન અને રાજય સરકારના કંટ્રોલ રૂમ સાથે હોટ લાઈનની સુવિધા ઉપલબ્ધ છે. ભારે વરસાદની આગાહી મળે ત્‍યારે અને હવામાન ખાતા તરફથી પૂર/વાવાઝોડા/અન્‍ય કુદરતી આપત્તિ અંગેની ચેતવણી મળ્‍યેથી સંબંધિત અધિકારીઓને તેની તાત્‍કાલિક જાણ કરી તકેદારીના પગલાં લેવા જણાવવામાં આવે છે.

નાણાકીય સહાય

માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, માનવ ઈજા અને કુદરતી આફતોને કારણે જંગમ અથવા સ્થાવર મિલકતને થયેલ નુકસાન માટે રાજ્ય આપત્તિ રાહત ફંડમાંથી નાણાકીય સહાય અંગેની કામગીરી ડિઝાસ્ટર શાખા દ્વારા થાય છે. તદઉપરાંત, આ શાખા દ્વારા ગંભીર બીમારી અને અકસ્માતના કિસ્સામાં માન.મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી નાણાકીય સહાય અંગેની કામગીરી થાય છે.

આપત્તિ વ્યવસ્થાપન યોજના અને નીતિ

તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ગ્રામ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને અનુરૂપ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા અને અપડેટ કરવા.

ક્ષમતા નિર્માણ કાર્યક્રમો

સરકારી અધિકારીઓ, સ્વયંસેવકો અને એનજીઓ માટે બચાવ, પ્રાથમિક સારવાર, પ્રારંભિક ચેતવણી સંચાર, વિશેષ અભિગમ અને અન્ય તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે.

મોક ડ્રીલ અને જાગૃતિ કાર્યક્રમો

શાળાઓ/કોલેજો અને વિવિધ કચેરીઓ/હોસ્પિટલોમાં આપત્તિ જોખમ ઘટાડવા તરફના કાર્યક્રમો હાથ ધરવા; શાળાઓ અને હોસ્પિટલોમાં સલામતી માટે મોક ડ્રીલ હાથ ધરવી; વિવિધ ઔદ્યોગિક એકમો માટે ઓફસાઇટ મોક ડ્રીલ કરવી; અને વહીવટી સ્તરો માટે મોક ડ્રીલ કરવામાં આવતી હોય છે.

માન.મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ઓનલાઈન દાન કરવા માટે

  • માન.મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપેલ દાનને કલમ 80(G) હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. સફળ દાન થયે રસીદ આપવામાં આવશે.
  • દાન કરવા માટેની લિંક