આણંદ શિક્ષણ ક્ષેત્રે ઝળક્યું: ધોરણ-10 માં જિલ્લાના વિવિધ કેન્દ્રોનું શાનદાર પ્રદર્શન
પ્રકાશિત તારીખ : 07/05/2026
આણંદ જિલ્લાનું ધોરણ-10 SSC બોર્ડનું પરિણામ જાહેર; ચાંગા કેન્દ્ર જિલ્લામાં 96.92 ટકા સાથે પ્રથમ
આણંદ બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026 માં લેવાયેલ ધોરણ 10 SSC ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાએ આ વર્ષે પણ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે.આ વર્ષના પરિણામમાં ચાંગા કેન્દ્ર 96.92% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે રાસ 93.72% અને જીણજ 92.05% કેન્દ્રોએ પણ ટોચનું સ્થાન મેળવ્યું છે.
જિલ્લાના મુખ્ય કેન્દ્રોના પરિણામો મુજબ 90% થી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રોમા ચાંગા 96.92%, રાસ 93.72%, જીણજ 92.05%, બોચાસણ 91.95%, શીલી 91.74%, ભેટાસી 91.16%, ઇન્દ્રણજ 90.98%, વાસદ 90.56%, અંકલાવ 90.03% અને સુણાવ 90.03% સાથે ઊંચું પરિણામ હાંસલ કર્યું છે.
તેની સાથે 80% થી 89% વચ્ચેનું પરિણામની વાત કરીયે તો થામણા 89.51%, અસોદર 88.96%, તારાપુર 88.89%, બોરસદ 88.11%, નાપાડ 88.11%, બિલપાડ 88.11%, દહેવાણ 87.74%, નાર 87.59%, કોસિન્દ્રા 87.50%, અલારસા 86.18%, વલ્લભ વિદ્યાનગર 84.79%, સામરખા 84.72%, મહેલાવ 83.68%, ભાદરણ 82.90%, સોજિત્રા 81.72%, મોગર 81.53%, સારસા 81.23%, અડાશ 80.33%, બામણવા 80.12% અને સુરેલી 80.11% સાથે નોંધપાત્ર પરિણામ રહ્યું છે.
અન્ય કેન્દ્રોમા આણંદ 78.27%, ધુવારણ 78.37%, ખંભાત 76.26%, ઓડ 75.78%, પેટલાદ 73.87%, ઊંદેલ 73.53%, નાવલી 73.33% અને ઉમરેઠ 72.54%. જ્યારે બોરિયાવી અને કરમસદ કેન્દ્રોનું પરિણામ અનુક્રમે 62.76% અને 58.77% રહ્યું છે.