બંધ

આણંદ જિલ્લામાં વરસાદ

પ્રકાશિત તારીખ : 24/07/2026

સૌથી વધુ વરસાદ તારાપુર તાલુકામાં 189 મીલીમીટર નોંધાયો

આણંદ ગુરૂવાર, આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સવારના 6 કલાકથી વરસાદ નોંધાયો છે.

જિલ્લા કંટ્રોલરૂમ તરફથી આપવામાં આવેલી વિગતો મુજબ તારાપુર તાલુકામાં આજે સવારે 6-00 કલાકથી બપોરના 16-00 કલાક દરમિયાન 189 મી. મી. એટલે કે 04 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સોજીત્રા તાલુકામાં 172 મીમી એટલે કે 07 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પેટલાદ તાલુકામાં 128 મી મી. (પાંચ ઇંચ)ખંભાત તાલુકામાં 108 મિલિમિટર (ચાર ઇંચ) બોરસદ તાલુકામાં ૪૭ મીલીમીટર, આણંદ તાલુકામાં 42 મિલી મીટર, આંકલાવ તાલુકામાં 42 મિલીમીટર અને સૌથી ઓછો વરસાદ ઉમરેઠ તાલુકામાં 04 મિલીમીટર નોંધાયો છે.