આણંદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર: ૨૨ જુલાઈના બદલે હવે ૨૧ જુલાઈએ યોજાશે
પ્રકાશિત તારીખ : 15/07/2026
આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે આગામી સમયમાં યોજાનાર ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તારીખ ૨૨મી જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાવાનો હતો. પરંતુ, તારીખમાં ફેરફાર થતાં હવે આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૧મી જુલાઈ, મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જે તે તાલુકા મથકો પર યોજવામાં આવશે.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે, તેમણે હવે સુધારેલી તારીખ મુજબ એટલે કે તારીખ ૨૧ જુલાઈ, મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંબંધિત તાલુકા મથક ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે.