બંધ

આણંદ જિલ્લા પ્રભારી સચિવ અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ

પ્રકાશિત તારીખ : 12/06/2026

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આણંદ જિલ્લામાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવા તેમજ વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આણંદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના મુખ્ય અને પ્રજાલક્ષી ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, આરોગ્ય, અને આંગણવાડી સહિતના વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમિક્ષા કરી હતી.

તેમણે સરકારી શાળાઓમાં શૈક્ષણિક સ્તર સુધારવા, જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને ડ્રોપ આઉટ થયેલ બાળકો ફરીથી અભ્યાસમાં જોડાય તે બાબતે સઘન કામગીરી કરવા, જિલ્લાવાસીઓની આરોગ્ય સુખાકારી માટે સ્વાસ્થ્ય સબંધિત તકલીફના કિસ્સામાં તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્રોમાં તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને આઇસીડીએસ શાખા અંતર્ગત આંગણવાડીઓ મારફતે બાળકો તેમજ સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર સમયસર મળી રહે તે અંગે જરૂરી કાર્યવાહી કરવા તમામ સબંધિત અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં ચોમાસાની ઋતુ અને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખીને પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના કામોની જેમાં ખાસ કરીને કાંસની સફાઈને લગતા પ્રશ્નો બાકી ન રહે તે અંગે કામગીરી હાથ ધરવા ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આગોતરા આયોજન સાથે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આર.એન.ડોડીયા, નિવાસી અધિક કલેકટર શ્રી લલીતકુમાર પટેલ સહિત જિલ્લાના સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લાના અન્ય જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.