બંધ

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

પ્રકાશિત તારીખ : 11/06/2026

કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝાંખી કરાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન કરાયું

કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતેની મુલાકાત અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ થકી વિદ્યાર્થીઓએ જાણી સરદાર પટેલની જીવનગાથા

આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રપ્રેમ અને દેશની એકતા માટેના તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું મેમોરિયલ ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.    

યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, નેતૃત્વ અને લોકસેવાના મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવા અને વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવનમૂલ્યોમાંથી પ્રેરણા મળી રહે અને યુવાઓ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રોત્સાહિત થાય તે માટે  આ કાર્યક્રમ યોજાયો હતો.     

વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રસેવાના કાર્ય અંગે નજીકથી જાણવા મળે તે હેતુથી વિદ્યાર્થીઓએ સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત કરાવાઇ હતી.

આ દરમિયાન સરદાર પટેલ દ્વારા તેમના જીવનકાળમાં ઉપયોગમાં લેવામાં આવેલી વિવિધ વસ્તુઓ, દસ્તાવેજો અને સ્મૃતિચિહ્નો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. 

આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મના માધ્યમથી સરદાર પટેલના જીવનપ્રસંગો, તેમના નેતૃત્વ, રાષ્ટ્રીય એકતાના કાર્ય અને દેશસેવાના આદર્શોને ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યા હતા.

 આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, બાપેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સુથાર, જનપ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

 

 

 

આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા