બંધ

આણંદ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત “પીએમ કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાઈ

પ્રકાશિત તારીખ : 22/06/2026

આણંદ જિલ્લાના ૨.૫૯ લાખ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના ૨૩ મા હપ્તાની કુલ રૂ. ૫૧.૯૫ કરોડ જેટલી સહાય ચૂકવાઈ

મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરી આદર્શ ઉદાહરણરૂપ કાર્ય કરતા ખેડૂતોનું સન્માન કરાયું

રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ કુટુંબોને વડાપ્રધાનશ્રી દ્વારા યોજનાના ૨૩ માં હપ્તા પેટે રૂ. ૧૦૨૫ કરોડથી વધુની સહાયનું ડીબીટી મારફતે વિતરણ કરાયું

આણંદ, શનિવાર , આણંદ કૃષિ યુનિવર્સિટીના બી. એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ઓડિટોરીયમ હોલ ખાતે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત “પીએમ કિસાન ઉત્સવ દિવસ” અને મિલેટ મેળા/કૃષિ મેળાની ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની રૂપરેખા રજૂ કરી હતી અને રાજ્ય સરકારનો મુખ્ય હેતુ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોની આવક અને કૃષિ ઉત્પાદકતા વધારવાનો છે તેમ જણાવી વર્ષ ૨૦૧૯થી શરૂ થયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોના ખાતામાં સીધા રૂ. ૬ હજાર જમા કરાવવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સુશાસનનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આ શાસન ‘વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ’ના ત્રિવેણી સંગમ સમાન છે. સ્થિર સરકાર પર જનતાએ મૂકેલા વિશ્વાસના કારણે દેશમાં મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે અને કલ્યાણકારી યોજનાઓના પરિણામે દેશના કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પીએમ કિસાન પોર્ટલ પર આશરે ૫૧.૨૮ લાખ ખેડૂતો નોંધાયેલા છે, જેમને આજે રૂ. ૧,૦૨૫ કરોડથી વધુની રકમ મળી છે. જ્યારે એકમાત્ર આણંદ જિલ્લાના ૨.૫૯ લાખથી વધુ ખેડૂતો આ યોજના સાથે સીધા જોડાયેલા છે, જેમના ખાતામાં આજે રૂ. ૫૧.૯૫ કરોડ જેટલી માતબર રકમ જમા થઈ છે. ટેકનોલોજીના માધ્યમથી વચેટિયાઓ વિના સીધી રકમ ખાતામાં પહોંચી રહી છે. આ ઉપરાંત, ‘ફાર્મર રજીસ્ટ્રી’ અંતર્ગત ખેડૂતો માટે ૧૧ આંકડાનું ડિજિટલ આઈડી કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ ગુજરાત અગ્રેસર છે.

સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આઈ-ખેડૂત પોર્ટલ’ના માધ્યમથી ટ્રેક્ટર સબસીડી અને નાના-મોટા ખેતી વિષયક સાધનોનો લાભ ખેડૂતો સીધો મેળવી રહ્યા છે. આ ઉપરાંત, ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ અકસ્માતે મૃત્યુના કિસ્સામાં સહાયની રકમ વધારીને રૂ. ૪ લાખ અને અપંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખ કરવામાં આવી છે. એટલું જ નહીં, ખેડૂતો હિતમાં અરજી કરવાની સમયમર્યાદા પણ ૯૦ દિવસથી વધારીને ૧૫૦ દિવસ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ રાજ્યપાલશ્રીની પ્રાકૃતિક ખેતીની મુહિમનો ઉલ્લેખ કરી, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના દુષ્પરિણામોથી બચવા માટે ‘પ્રાકૃતિક ખેતી’ અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. સરકાર દ્વારા ગાય આધારિત ખેતી માટે દર મહિને રૂ. ૯૦૦ એટલે કે વર્ષે રૂ. ૧૦,૮૦૦ જેટલી સહાય આપવામાં આવે છે. આણંદ જિલ્લાના વધુને વધુ ખેડૂતો આ અભિયાનમાં જોડાય તેવી તેમણે અપીલ કરી હતી.           

આ તકે મંત્રીશ્રીએ તારીખ. ૨૧મી જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે શારીરિક અને આંતરિક ઉર્જાના વિકાસ માટે સૌ નાગરિકોને યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી રાષ્ટ્રીય કક્ષાએથી દેશભરના ખેડૂતોને સંબોધિત કર્યા હતા અને ખેતીમાં આધુનિક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ તકે પી.એમ.કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રીના વરદ્દહસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂત કુટુંબોને ર૩ મા હપ્તા સ્વરૂપે કુલ રૂપિયા ૧૦૨૫ કરોડથી વધુની સહાયનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધું ખેડૂતોના બેંક ખાતામાં વિતરણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨ હપ્તા દ્વારા રૂપિયા ૧૧૪૩.૨૬ કરોડ જેટલી સહાય રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આજના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ૨૩ મા હપ્તાની કુલ રૂપિયા ૫૧.૯૫ કરોડ જેટલી સહાય રકમ આણંદ જિલ્લાના અંદાજિત ૨.૫૯ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ તકે આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા જિલ્લાના આદર્શ ખેડૂતોને મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર અવોર્ડ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કૃષિ વિભાગની યોજના અંતર્ગત જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર માટેના મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને તમામ લોકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતા હેઠળ પશ્ચિમ બંગાળના હુબલી ખાતેથી આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતેથી આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમના જીવંત પ્રસારણને નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુરીબેન પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી દિપીકાબેન પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.એન.આઈ.શાહ, આણંદ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ અધિકારી શ્રી જે.કે.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચિંતન પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ

આણંદ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત "પીએમ કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી કરાઈ

આણંદ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત