નવું શું છે
આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્રની મુલાકાત લેતા ખેડા જિલ્લાના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
પ્રકાશિત ક્યારે થયું: 07/03/2025વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરાયા આણંદ,ગુરૂવાર: ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાની નવાગામની પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરતા કુલ ૬૦ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકોએ પ્રીવોકેશનલ/વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત કેન્દ્ર સંશોધન અને વિસ્તરણ સંલગ્ન પ્રવૃતિઓ, પ્રાકૃતિક ખેતી અને અન્ય કૃષિ વિષયક માહિતી મેળવવાના હેતુથી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, નેનપુરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં […]
આણંદ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ બેટરી ટેસ્ટનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 07/03/2025આણંદ,ગુરૂવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રમતગમતના વિકાસ અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ ધરાવે તે માટે જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અમલમાં મુકાયેલ છે. આ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે આણંદ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ,બાકકોલ –વડતાલ રોડ,રામપુરા ખાતે કરવામાં આવશે. હાલમાં ચાલતા ખેલ મહાકુંભ ૩૦ અંતર્ગત અંડર-૯ અને અંડર-૧૧ વય જુથના વિજેતા […]
આણંદ મહાનગરપાલિકાને છેલ્લા બે માસમાં દુકાનોના ભાડા સહિત અન્ય વસુલાતથી રૂપિયા ૬.૪૩ કરોડ ઉપરાંતની આવક થઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/03/2025આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારની કોમર્શિયલ દુકાનો દ્વારા વેરાની બાકી રકમ ના ભરનાર ૧૮ જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી. આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આણંદ, વિદ્યાનગર, કરમસદ અને તેમાં સમાવેશ લાંભવેલ, ગામડી, મોગરી અને જીટોડીયા વિસ્તારના લોકોને મિલકત વેરા ત્વરિત ભરવા અનુરોધ. આણંદ મહાનગરપાલિકા ખાતે તા.૩૧ માર્ચ સુધી રજાના દિવસોમાં પણ ૧૧-૦૦ કલાકથી બપોરના ૧૬-૦૦ કલાક સુધી મિલકત […]
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ
પ્રકાશિત ક્યારે થયું: 06/03/2025ભાવનગર જિલ્લાના ૬૫ જેટલા ખેડૂત ભાઇઓ – બહેનો એ ભાગ લીધો આણંદ, બુધવાર: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા), આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા અનિકેત ખેડૂત નિવાસ, આણંદ ખાતે ભાવનગર જીલ્લાના ભાવનગર, ગારીયાધાર અને જેસર તાલુકાઓના ૬૫ ખેડૂત ભાઇઓ અને બહેનો માટે બે દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજવામાં આવી હતી. બે દિવસીય તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને આઇડીયાના મદદનીશ […]
અમીન ઓટો પાસેના ગેરકાયદેસર દબાણો દૂર થતાં આણંદ મોગરી કાંસની સફાઈ લોંગ રીચ મશીન દ્વારા શરૂ કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/03/2025ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજિત ૬૩૦૫ હજાર ચોરસ મીટર રૂપિયા ૧૨.૫૦ કરોડથી વધુની મૂલ્યવાન જમીન ગત દિવસોમાં ખુલ્લી કરવામા આવી હતી આણંદ, બુધવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં […]
આણંદ ખાતે તા. ૨૭ મી માર્ચના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 06/03/2025અરજદારો તા. ૧૦ મી માર્ચ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૦૩/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]
જાહેરનામા: તા. 10/03/2025 થી 15/03/2025 સુધી ફાગણસુદ પુનમ મેળા દરમિયાન ડાકોર ખાતે ભારે માલવાહક વાહનોની અવરજવપર પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 04/03/2025તા.૦૭ અને ૦૮ માર્ચ ના રોજ વિદ્યાનગર, શાસ્ત્રી મેદાન ખાતે ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025પદ્મ શ્રી કૈલાશ ખેર અને હિમાલી વ્યાસ ના સુરીલા ગીતો સાંભળવાની મળશે તક. તા. ૦૭ થી ૧૧ માર્ચ દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળો યોજાશે. આણંદ જિલ્લાની જાહેર જનતાને ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહેવા અપીલ. દરેકને વિના મૂલ્યે એન્ટ્રી મળશે. આણંદ, શનિવાર: ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને […]
આણંદ જિલ્લામાં તા. ૮ માર્ચ સુધી હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા ઉપર મનાઇ
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ સમગ્ર જિલ્લામાં હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામાં અનુસાર જિલ્લાના કોઈપણ વિસ્તારમાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી અને સળગતી મશાલ અથવા […]
આણંદ શહેરના કેટલાક સ્થળો તા.૨૫ એપ્રિલ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025આણંદ, શનિવાર: આણંદ શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ. દેસાઈએ આણંદના કેટલાક સ્થળોને તા. ૨૫/૦૪/૨૦૨૫ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવા હુકમ ફરમાવેલ છે. આ હુકમ અન્વયે રેલ્વે સ્ટેશન જુના દાદર, ગુજરાતી ચોક આસપાસ, રેલ્વે ગોદીના ગેટની બહાર રોડ ઉપર, નવા બસ સ્ટેન્ડના બન્ને દરવાજાની […]