નવું શું છે
હિટવેવને અનુલક્ષીને આણંદની જનતાને આરોગ્ય વિભાગની માર્ગદર્શક સૂચનાઓ
પ્રકાશિત ક્યારે થયું: 05/04/2025આણંદ ,શુક્રવાર: ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવાના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. લુ લાગવાના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખૂબ વધારે થાય છે અને જેના […]
દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પેટલાદ એસ.એસ.હોસ્પિટલ કટિબધ્ધ – ડો. ગિરીશ કાપડિયા
પ્રકાશિત ક્યારે થયું: 05/04/2025પેટલાદની એસ.એસ.હોસ્પિટલ ખાતે માર્ચ-૨૦૨૫ ના માસની કુલ ઓ.પી.ડી. ૧૭૯૪૨ નોંધાઈ. આણંદ, શુક્રવાર: રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શ્રી સયાજી હોસ્પિટલ (એસ.એસ.હોસ્પિટલ), પેટલાદ ખાતે દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર છે. એસ.એસ.હોસ્પિટલ, પેટલાદના સિવિલ સર્જન શ્રી ડોક્ટર ગિરીશ કાપડિયાના જણાવ્યા મુજબ હોસ્પિટલ ખાતે દર્દીઓને લગતી વિવિધ સેવાઓ, પ્રસુતિને લગતી સેવાઓ, બાળ રોગ ઓ.પી.ડી., માનસિક રોગની ઓ.પી.ડી., […]
આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 05/04/2025આણંદ, શુક્રવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સૂચના મુજબ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ કરમસદ વેસ્ટ ઝોન સેનેટરી વિભાગ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર પાણીના જગ સપ્લાય કરતા બંને એકમ પર આકસ્મિક તપાસણી કરતા ઘણી ક્ષતિઓ જોવા મળી છે. જેમાં પાણીના ટાકા સફાઈ કરેલ ન હતા, પાણીના ટાંકામાં […]
આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ દરેક હોટલ રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા ૧.૦૦ લાખ જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરાયો
પ્રકાશિત ક્યારે થયું: 05/04/2025હોટલ રેસ્ટોરન્ટ પાસેથી સોગંદનામું મેળવી હોટલ ખોલવાની પરમિશન અપાઇ. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ રેસ્ટોરન્ટ સ્વચ્છતા જાળવે તે ખૂબ જ જરૂરી. આણંદ, શુક્રવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાની સૂચના મુજબ ગત દિવસોમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ તથા અન્ય ખાણી પીણીના સ્ટોલ ઉપર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી […]
લીમડો – પ્રાકૃતિક ખેતીનો every-day “ગ્રિન વોરિયર”
પ્રકાશિત ક્યારે થયું: 05/04/2025ખેતરમાં લીમડાનું મહત્વ એવું છે જે “દવા પણ છે અને ઢાલ પણ.” લીમડો ભારતની સંસ્કૃતિ અને આયુર્વેદમાં વિશેષ સ્થાન ધરાવે છે. પણ શું તમે જાણો છો કે લીમડો હવે પ્રાકૃતિક કૃષિમાં પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે? લીમડો એક એવું વૃક્ષ છે જે પ્રાકૃતિક ખેતીમાં ઘણી રીતે ઉપયોગી છે. તેના પાંદડા, બીજ, છાલ અને […]
આણંદ ખાતે તા.૧૯ મી એપ્રિલના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે
પ્રકાશિત ક્યારે થયું: 03/04/2025આણંદ, બુધવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૯ એપ્રિલ ૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ […]
આણંદ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી નથી તેવા ૦૩ પાર્ટી પ્લોટ અને ૦૧ ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 03/04/2025આણંદ મહાનગરપાલિકાની ખાસ ઝુંબેશ. મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટ અને કોચિંગ ક્લાસીસ ફાયર એનઓસી મેળવી લે તે જરૂરી- મિલિંદ બાપના, કમિશનર, આણંદ મહાનગરપાલિકા. આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સૂચના મુજબ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આવેલ કોચિંગ ક્લાસીસ, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટ ખાતે ફાયર એનઓસી છે કે કેમ? […]
આણંદ જિલ્લાના પેન્શનરોએ આવકવેરા અંગેની વિગતો જિલ્લા તિજોરી કચેરી ખાતે તા.૧૫ એપ્રિલ સુધીમાં લેખિતમાં આપવાની રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 03/04/2025આણંદ,બુધવાર: આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા જે પેન્શનરોની આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની પેન્શનની આવક કરપાત્ર થતી હોય તેવા પેન્શનરોએ આવકવેરા કાયદા હેઠળ આપવામાં આવેલ ન્યુ રેજીમ અને ઓલ્ડ રેજીમ એમ બે વિકલ્પ પૈકી જે પેન્શનરો ઓલ્ડ રેજીમનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ ઓલ્ડ રેજીમ સ્વીકારવા બાબતનું બાયંધરી ફોર્મ અને આવકવેરા અંતર્ગત બાદ […]
આણંદ ખાતે તા. ૨૪ મી એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/04/2025અરજદારો તા. ૧૦ મી એપ્રિલ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૪/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]
તા. ૯ મી એપ્રિલના રોજ ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/04/2025આણંદ, બુધવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “જિલ્લા કક્ષાના મેગા જોબ ફેર રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૦૯ એપ્રિલના બુધવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે સી.જે.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એ.ડી.આઈ.ટી કેમ્પસ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા […]