નવું શું છે
પોષણ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ ઘટક બોરસદ દ્વારા બાળકના સર્વાંગી વિકાસ માટે સોનેરી ૧૦૦૦ દિવસની સમજ અપાઈ
પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025આણંદ,શુક્રવાર: બોરસદ ખાતે ૭મા પોષણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે આજરોજ આઇ.સી.ડી.એસ ઘટક બોરસદ-૨ના ઝારોલા સેજાના ગામ ઝારોલામાં માતા મીટીંગનુ આયોજન કરેલ હતુ. જેમા અતિકુપોષિત બાળકોની માતા, કુપોષિત બાળકોની માતા, સગર્ભા માતા, ધાત્રીમાતા, કિશોરીઓ સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતિ માલતીબેન પઢિયાર, મુખ્ય સેવિકાશ્રી, PSE ઇન્સ્ટ્રક્ટર, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, ગામના […]
બાકરોલ ખાતેની અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયની છાત્રાઓને મેનુ મુજબનું ભોજન નિયમિત આપવામાં આવે છે – નાયબ નિયામક, એચ. આર. પરમાર
પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025આણંદ, શુક્રવાર: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હસ્તક આણંદ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ ની કચેરી દ્વારા બાકરોલ ખાતે અનુસૂચિત જાતિ માટેની કન્યા છાત્રાલય ચલાવવામાં આવે છે. આ છાત્રાલય ખાતે રહેતી છાત્રાઓને સરકારશ્રીના નિયમાનુસાર ભોજન પૂરું પાડવામાં આવે છે. આણંદ ખાતેની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામકશ્રી એચ આર. પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, […]
વિદ્યાનગર ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૧૦૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ
પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025આણંદ, બુધવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા સી.જે. પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એન્ડ એ.ડી.આઇ.ટી કેમ્પસ, ન્યુ વિદ્યાનગર, આણંદ ખાતે રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું. આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૧૩ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૨૦૮ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે […]
તા.૧૭ એપ્રિલ સુધીમાં ઇ- શ્રમ પોર્ટલ પર આણંદ જિલ્લાના પ્લેટફોર્મ-ગીગ વર્કરની નોંધણી કરાવવા અનુરોધ
પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025મદદનીશ શ્રમ આયુક્તની કચેરી,આણંદ ખાતે રૂબરૂ જઇ નોંધણી કરાવી શકાશે. https://register.eshram.gov.in/#/user/platform-worker-registration લિંક પર જાતે નોંધણી કરી શકાશે. આણંદ, બુધવાર: ભારત સરકાર દ્વારા સને ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય બજેટમાં ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ પ્લેટફોર્મ-ગીગ વર્કરને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવા અંગે જાહેરાત કરેલ છે. જે અન્વયે આણંદ જિલ્લા ખાતે વિવિધ પ્લેટફોર્મ એગિગ્રેટર્સ કંપનીઓ ઝોમેટો, સ્વીગી, […]
લૂ લાગવાથી બચીએ, તકેદારીના પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો અનુરોધ
પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ મહત્તમ કરવો. આણંદ, બુધવાર: ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહયો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો […]
બાળલગ્ન કરવા કે કરાવવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025બાળલગ્ન અટકાવવા વર-કન્યાની ઉંમર ચકાસવા તંત્ર દ્વારા કરાયેલી તાકીદ. આણંદ, મંગળવાર: બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકાર દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,૧૮ વર્ષથી નીચે યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવીએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. જો […]
આજે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે ૧૧-૦૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ, મંગળવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “જિલ્લા કક્ષાના મેગા જોબ ફેર રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આજે તા.૦૯ એપ્રિલ, બુધવાર રોજ સવારે ૧૧-૦૦ કલાકે સી.જે.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એ.ડી.આઈ.ટી કેમ્પસ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક, […]
મેદસ્વિતા: એક ગંભીર સમસ્યા
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ,મંગળવાર: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ’’મન કી બાત’’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાહન કર્યુ છે. જેના અનુંસંધાનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ’’ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’’ અભિયાન અન્વયે વડાપ્રધાનશ્રીના આહવાનને પૂરી ઊર્જાથી ઝીલીને ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવાનું અભિયાનનો આરંભ કર્યો છે. આ અભિયાનમાં મેદસ્વિતા એટલે શું ? તેના થવાનો કારણો તથા તેના ગંભીર […]
તારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ, સોમવાર: આણંદ જિલ્લાની તારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ આણંદ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રીમતી ગજરાબેન ડી.મકવાણા ઉપસ્થિતમાં યોજાયો હતો. સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના નિવૃત સુપ્રિટેન્ડેટ શ્રી જશુભાઈએ મકવાણાએ રૂ.બે હજારની રોકડ રાશી શાળાને આપી હતી. સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ બામણગામના ચેરમેન શ્રી યોગેશભાઈ ઠક્કર હાજર રહી બાળકોને આશીર્વચન […]
વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદમાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક ઝાંખી
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ,સોમવાર: આજે વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદ જિલ્લામાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક આગવી ઝાંખી જોઈએ તો. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા કુટુંબોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે. આણંદ જિલ્લામાં ૮ તાલુકાઓમાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ શહેરી આરોગ્ય કેન્દ્ર ૧૪ કોમ્યુનિટી હેલ્થ […]