નવું શું છે
આણંદ ખાતે તા.૧૭ મી મેના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે
પ્રકાશિત ક્યારે થયું: 03/05/2025આણંદ, શુક્રવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૭ મે ૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ […]
આરોગ્ય વિભાગ દ્વારા સમયસર અને વિનામૂલ્યે સારવાર મળતા મારા દીકરાને નવજીવન મળ્યું અને હું આર્થિક સંકડામણનો શિકાર બનતા બચી ગયો : આકાશભાઈ ગોહેલ
પ્રકાશિત ક્યારે થયું: 03/05/2025આર.બી. એસ. કે. ના ડોક્ટરની માનવતા અને લાગણીભર્યા કાર્યના લીધે નાનકડા હિમાંશુને મળ્યું નવજીવન. આણંદ, શુક્રવાર: ’’એક મહિના સુધી ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવા છતાં મારો દિકરો સ્વસ્થ ન થયો, પરંતુ બોરસદ તાલુકાના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાપામાં ગણતરીના દિવસોમાં વિનામૂલ્યે સારવાર થઈને હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે… આ શબ્દો છે, ૯ માસના હિમાંશુના પિતા આકાશભાઈ […]
આણંદ જિલ્લામાં તા. ૨૧ મી મે ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/05/2025અરજદારો તા. ૧૦ મી મે સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૧/૦૫/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]
આત્મનિર્ભર ભારત ત્યારે જ બની શકે જ્યારે તેની ખેતી આત્મનિર્ભર બને, જે કુદરતી ખેતી તરફ પાછા વળવાથી શક્ય બનશે
પ્રકાશિત ક્યારે થયું: 03/05/2025આણંદ,શુક્રવાર: પ્રાકૃતિક ખેતીને આપણે જન આંદોલન બનાવવા વડાપ્રધાનશ્રીના ખેતીના વિવિધ પરિમાણો હોય જેવા કે,ફૂડ પ્રોસેસિંગ હોય, પ્રાકૃતિક ખેતી હોય.આ વિષયો ૨૧મી સદીમાં ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવામાં ઘણા આગળ વધશે. ટેક્નોલોજી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તાલમેલના પ્રયોગો સમગ્ર દેશને દિશા બતાવી રહ્યા છે. એક મહત્વનો પ્રશ્ન એ છે કે,માટી જ જવાબ આપશે ત્યારે શું થશે? જ્યારે […]
આણંદ ખાતે તા. ૨૨ મી મે ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/05/2025અરજદારો તા. ૧૦ મી મે સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૦૫/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડુત ખાતેદારોને વળતરની રકમ આપવા તેમને સહાયરૂપ થવા જિલ્લા વહીવટી તંત્રનો સરહાનીય પ્રયાસ
પ્રકાશિત ક્યારે થયું: 03/05/2025જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે તા.૦૫ થી તા. ૧૩ મે સુધી દરરોજ એક-એક ગામ માટે હાથ ધરાશે ખાસ ઝુંબેશ. આ ઝુંબેશનો લાભ લેવા અસરગ્રસ્ત ગામના ખેડુત ખાતેદારોને અનુરોધ કરતું જિલ્લા વહીવટી તંત્ર. આણંદ,શુક્રવાર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડુત ખાતેદારો વળતરની રકમ મેળવવા તજવીજ કરી શકતા ન હોય તેમને સહાયરૂપ થવા જિલ્લા […]
સરકારી આઈ.ટી.આઈ સોજીત્રામાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો જોગ
પ્રકાશિત ક્યારે થયું: 01/05/2025તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે આણંદ,ગુરૂવાર:સરકારી આઈ.ટી.આઈ સોજીત્રામાં કોપા ટ્રેડ( ૧ વર્ષ) ૪૮ સીટો,ઈલેકટ્રીશિયન(૨ વર્ષ) ૪૦ સીટો,ફિટર(૨ વર્ષ) ૪૦ સીટો તેમજ વાયરમેન (૨ વર્ષ) ૪૦ વર્ષ સીટો માટે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ […]
ગુજરાત રાજ્ય સ્થાપના દિને બોચાસણમાં પુજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભારણાં કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 01/05/2025આણંદ, ગુરૂવાર: ગુજરાતના સ્થાપના દિવસની ૧ લી મે ગૌરવ દિવસની બોચાસણ ખાતે આવેલા વલ્લભ વિદ્યાલયમા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ગુજરાતને સ્વતંત્ર બનાવવામાં પાયાની ભૂમિકા ભજવનાર મુઠી ઉંચેરા માનવી, મુક સેવક પૂજ્ય રવિશંકર મહારાજના સમાધિ સ્થળની વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી […]
ધોરણ ૧૦ અને ૧૨ પછી શું???
પ્રકાશિત ક્યારે થયું: 01/05/2025વિદ્યાર્થી મિત્રોની અવઢવનો મળશે સુખદ સમાધાન. માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરાયો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫. માત્ર રૂ. ૨૦/- માં જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતેથી મળી શકશે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫. આણંદ, ગુરૂવાર: ધોરણ ૧૦ અને ૧૨ પછી શું??? આ યક્ષ પ્રશ્ન બોર્ડની પરીક્ષાનો સામનો કરનાર દરેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને થતો હોય છે. હાલના સોશિયલ મીડિયાના […]
આણંદના બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતે ૬૬ કે.વી.કાલુ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025સબસ્ટેશન થવાથી બોરસદ તાલુકાના ૧૪ જેટલા ગામો ૨૪ કલાક વીજળીથી લાભાન્વિત બનશે: નાયબ મુખ્ય દંડકશ્રી આણંદ,ગુરુવાર: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(જેટકો) હસ્તકના બોરસદના કાલુ ગામ ખાતેના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ કર્યું હતું. નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકીએ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, અંદાજિત ૧૨.૫૦ […]