નવું શું છે

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોએ ખાંડ તથા મીઠાનો રાહતદરે મળવાપાત્ર જથ્થો તા. ૩૧ મે સુધીમાં મેળવવાનો રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 27/05/2025

આણંદ,સોમવાર: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૨૩ અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે-૨૦૨૫ અને જૂન-૨૦૨૫ના માસના ઘઉં-ચોખા વિનામૂલ્યે તથા મે -૨૦૨૫ માસના મળવાપાત્ર ખાંડ તથા મીઠાનું રાહત દરે વિતરણ કરવાની કામગીરી આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ સરકાર માન્ય તમામ વાજબી ભાવના ભંડાર ખાતે ચાલુ છે. જે અન્વયે તા.૩૧ […]

૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને

૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને “અર્પણ સન્માન”

પ્રકાશિત ક્યારે થયું: 27/05/2025

મધ્ય ઝોનના સાત જિલ્લાઓના ૫૧ કર્મચારીઓને વર્ષ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સેવામાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સન્માનિત કરાયા. આણંદ,સોમવાર: 26મી મે નેશનલ પાયલોટ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય મધ્ય ઝોનના સાત જિલ્લાઓના ૫૧ કર્મચારીઓને વર્ષ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સેવામાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે […]

આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો 8

આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ એ સૌથી મોટું ઈશ્વરીય કાર્ય છે માનવ જીવનની સાથે પ્રકૃતિ-પર્યાવરણને બચાવવા માટેના યોધ્ધા બનીએ પ્રાકૃતિક કૃષિ અભિયાન એ કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ રાષ્ટ્રીય મિશન છે પ્રાકૃતિક કૃષિના અભિયાનને મિશનરૂપે અપનાવી અન્યોને પ્રેરીત કરીએ પાંચ આયામો સાથે પુરી પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિને અપનાવવાથી પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન […]

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સામાન્ય નાગરિકો સાથે એસ.ટી. બસમાં મુસાફરી 11

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સામાન્ય નાગરિકો સાથે એસ.ટી. બસમાં મુસાફરી

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

વિસનગર-આણંદ ઓર્ડિનરી એસ.ટી. બસમાં ગાંધીનગરથી અમદાવાદ, નડિયાદ થઈને આણંદ પહોંચ્યા રાજ્યપાલ. લોકો સાથે સંવાદ અને આત્મીય અનુભવથી એસ.ટી.ની સફર બની અવિસ્મરણીય : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી. આણંદ,રવિવાર: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આત્મા પ્રોજેક્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુએ […]

આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ 5

આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપતા  કલેકટરશ્રી. આણંદ,શુક્રવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર,વાવાઝોડું,ભારે વરસાદની પરિસ્થિતિને  પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ૫ મી જુન સુધી જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

જિલ્લાના ગામો ખાતે ENDING PLASTIC POLLUTION ની થીમ પર ખાસ ઝુંબેશ શરૂ. આણંદ, શુક્રવાર: વિશ્વ પર્યાવરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી સાથે સમગ્ર દેશ પ્રદુષણ મુક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે પર્યાવરણ દિવસ-૨૦૨૫ નિમિત્તે ENDING PLASTIC POLLUTION ની થીમ પર ખાસ ઝુંબેશ ચલાવી, તા.૨૨ મે થી ૦૫ […]

પર્યાવરણ પખવાડિયું: આણંદ જિલ્લો 12

પર્યાવરણ પખવાડિયું: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

આણંદ જિલ્લામાં તાલુકા મથકે, ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ પખવાડિયા નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ભીંતચિત્રો તથા પોસ્ટર દ્વારા જનજાગૃત્તિ કેળવાઈ. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામા ઉમરેઠ, બોરસદ તથા પેટલાદ તાલુકાના વિવિધ ગામોમાં પર્યાવરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. તદુપરાંત, પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ […]

કોઈ ફોટો નથી

કોવિડ-૧૯ અન્વયે લેવાની થતી તકેદારીઓ

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, સ્વાદ અથવા ગંધ ગુમાવવી, નાક બંધ થવું, ઉલટી થતી હોયતો તાત્કાલિક તબીબી સલાહ લેવા અનુરોધ. આણંદ, શુક્રવાર: કોવિડ-૧૯ અન્વયે લેવાની થતી તકેદારીઓ માં નિયમિતપણે હાથ ધોવા, ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવા, ખાસ કરીને ઉધરસ ખાધા, છીંક ખાધા, કે […]

કોઈ ફોટો નથી

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રવિવારે પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

પ્રાકૃતિક રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં પાંચ જિલ્લાના ૧૦૦૦ જેટલા ગ્રામસેવક, વિસ્તરણ, તાલુકાના બાગાયત અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન અપાશે. આણંદ, શુક્રવાર: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તા. ૨૫ મે, રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના બી.એ.સી.એ. ઓડિટોરિયમ હોલમાં આત્મા અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રાકૃતિક કૃષિ […]

કોઈ ફોટો નથી

પ્રાકૃતિક કૃષિની પધ્ધતીથી વાવેતર કરેલ ટામેટા થકી રૂપિયા ૨ લાખની આવક મેળવતા સોજીત્રાના મનોજભાઈ પરમાર

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

બાગાયત વિભાગની યોજનાકીય સહાય થકી ટામેટા માટેનું  ધરુ પોતાના ખેતરમાં વાવેતર કર્યું.  પ્રાકૃતિક ખેતી અપનાવાથી ૧ વીઘા દીઠ ૧૦ ટન જેટલા ટામેટાનું મબલક ઉત્પદાન: મનોજભાઈ પરમાર. પ્રાકૃતિક ખેતી થકી જમીનની ફળદ્રુપતા વધારી અને દવામુક્ત પાક ઉછેર કરી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરાણારૂપ. આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લો જે બાગાયત ખેતીમાં અગ્રેસર છે. એમાં સોજીત્રા ગામના પ્રગતિશીલ ખેડૂત […]