નવું શું છે

કોઈ ફોટો નથી

ગ્રામ પંચાયત ચૂંટણી દરમ્યાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન તથા મતગણતરી માટે “ડ્રાય ડે” જાહેર કરવા બાબત.

પ્રકાશિત ક્યારે થયું: 13/06/2025
કોઈ ફોટો નથી

બકરી ઈદ અને ગ્રામ પંચાયત ચૂંટણી માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે જાહેરનામું.

પ્રકાશિત ક્યારે થયું: 13/06/2025
કોઈ ફોટો નથી

આણંદ  જિલ્લાના ખેડૂતો માટે  સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર ફોર બનાના એન્ડ વેજીટેબલ્સનું ઇ-લોકાર્પણ કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 13/06/2025

આણંદ,બુધવાર: વિકસીત કૃષિ સંકલ્પ અભિયાનના પુર્ણાહુતી કાર્યક્રમ અવસરે પેટલાદના ઇસરામા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર ફોર બનાના એન્ડ વેજીટેબલ્સનું  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રિય કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્ય કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ મંત્રી શ્રી રાધવજીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઇ-લોકર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ  અંતર્ગત ઈસરામા પેટલાદ ખાતે બે દિવસીય […]

તા. ૨૧ જૂન ના રોજ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન  ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે 2

તા. ૨૧ જૂન ના રોજ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન  ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 13/06/2025

આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્વયે બેઠક યોજાઈ. આણંદ,ગુરુવાર: આગામી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આણંદ  જિલ્લામાં ઉજવણી કરવાના આયોજન બાબતે નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. સમગ્ર વિશ્વ અને દેશમાં તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને […]

કોઈ ફોટો નથી

ઉમરેઠ ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું

પ્રકાશિત ક્યારે થયું: 13/06/2025

આણંદ,ગુરૂવાર: ખરીફ સીઝનના પ્રારંભ પહેલા ખેડૂતો ખેતીમાં તમામ જરૂરી આયોજન કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે તારીખ ૨૯ મે થી ૧૨ જૂન સુધી રાષ્ટ્રવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ શરૂ કર્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રંભાઇ પટેલ દ્વારા તા. ૨૯ મે ૨૦૨૫ના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી ગુજરાતમાં‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘વિકસિત કૃષિ […]

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા  ૨.૫ કરોડના ખર્ચે ૦૨ નવી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ શરૂ કરાશે 1

પેટલાદ પશુ દવાખાનમાં કરાઈ માદા શ્વાનના ચેપગ્રસ્ત ગર્ભાશયની સફળ સર્જરી

પ્રકાશિત ક્યારે થયું: 09/06/2025

આણંદ, સોમવાર: રાજ્ય સરકાર દ્વારા પશુ આરોગ્ય મેળાઓ અને પશુ દવાખાનાના માધ્યમથી અબોલ પશુઓના આરોગ્યની ચિંતા કરવામાં આવી રહી છે. પશુ આરોગ્ય મેળાઓ દ્વારા ગામે ગામ જઈને પશુઓની આરોગ્ય તપાસણી, સારવાર અને રસીકરણનું કાર્ય કરવામાં આવી રહયું છે. જ્યારે પશુ દવાખાનાઓના માધ્યમથી પશુઓની આરોગ્યલક્ષી સઘન સારવાર અને ઓપરેશનો થકી અબોલ પશુઓને જીવતદાન આપવામાં આવી રહયું […]

કોઈ ફોટો નથી

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા  ૨.૫ કરોડના ખર્ચે ૦૨ નવી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ શરૂ કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 09/06/2025

આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની મનપા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની ૦૨ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની માંગણી મંજુર કરાઈ. આણંદ મહાનગરપાલિકા વિસ્તારના ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમની શાળામાં વિનામૂલ્યે શિક્ષણ પ્રાપ્ત કરી શકશે- ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ. આણંદ, સોમવાર: આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આણંદ મનપાના  પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા પ્રથમ બજેટ […]

“વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”અંતર્ગત રાજ્યના ખેડૂતોનો સકારાત્મક પ્રતિસાદ 5

“વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”અંતર્ગત રાજ્યના ખેડૂતોનો સકારાત્મક પ્રતિસાદ

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ૧૨ જેટલી ટીમો પ્રતિદિન રાજ્યના ૪૩ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ૭૦૦૦ જેટલા ખેડૂતોને આપી રહી છે કૃષિલક્ષી  માર્ગદર્શન. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૩૦૨ જેટલા  ગામોના ૪૮,૨૮૧ જેટલા ખેડૂતો થયા લાભાન્વીત. આણંદ,શુક્રવાર: કેન્દ્રિય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા તારીખ ૨૯ મે થી ૧૨ જુન ૨૦૨૫ […]

કોઈ ફોટો નથી

ચિખોદરા આણંદ કાંસની સાફ-સફાઈની કામગીરી ટૂંક સમયમાં કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

ચિખોદરા આણંદ કાંસ ફક્ત વરસાદી પાણીના નિકાલ માટે હોવાથી તેમાં દૂષિત પાણીનો નિકાલ ન કરવા અનુરોધ કરતા કાર્યપાલક ઈજનેરશ્રી. આણંદ, શુક્રવાર: આણંદ સિંચાઈ વિભાગ હેઠળના  આણંદ, કાંસ પેટા વિભાગ અંતર્ગત ઉમરેઠ,આણંદ, પેટલાદ,બોરસદ આંકલાવ તાલુકામાંથી પસાર થતાં ૫૫૦ કિલોમીટર નોટિફાઈડ નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. આણંદ સિંચાઈ વિભાગ દ્વારા ચિખોદરા આણંદ કાંસ નોટિફાઇડ […]

કોઈ ફોટો નથી

બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સમાં પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટસોર્સ સહાય અપાશે

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

બાગાયતી પાકોના ઓછામાં ઓછા રૂ.૨૦૦૦ના મૂલ્યના કલમ, રોપા, ધરૂ કે અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સની ખરીદી પર મળશે એટસોર્સ સહાય. સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૫,૦૦૦ સુધીની સહાય મળશે. અનુ. જાતિ અને અનુ. જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ.૭,૫૦૦ સુધીની સહાય મળશે. આણંદ,ગુરુવાર: બાગાયતી પાકોની ખેતી સંકળાયેલા ખેડૂતોને જણાવવાનું કે, બાગાયત ખાતુ, […]