નવું શું છે
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫: આણંદ જીલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 25/06/2025તા.૨૬ થી તા. ૨૮ જૂન દરમિયાન આણંદ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ખંભાતની પી. એમ. શ્રી ઓ.એન.જી.સી. પ્રાથમિક શાળા ખાતે બાળકોનું નામાંકન કરાવશે. બાલવાટિકામાં ૧૭,૮૧૯, ધોરણ ૧માં ૧૭,૬૯૫, ધોરણ ૯ માં ૨૮,૨૫૩,ધોરણ ૧૧ માં ૧૪,૫૯૩ જેટલા બાળકોને પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ કરાવશે […]
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જી.યુ.ડી.સી. દ્વારા નલ સે જલ યોજના અને ડ્રેનેજ લાઈન અંતર્ગત હાથ ધરાયેલ કાર્ય ઝડપભેર પૂર્ણ કરવા તાકીદ
પ્રકાશિત ક્યારે થયું: 21/06/2025આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ યોજી જી.યુ.ડી.સી. ના અધિકારીઓ સાથે બેઠક યોજી. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જી.યુ.ડી.સી. દ્વારા કરવામાં આવેલ ખોદકામનું યોગ્ય પુરાણ કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા તાકીદે જરૂરીયાત મુજબના રોડ-રસ્તા બનાવાશે. વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ તાત્કાલીક આણંદ મહાનગરપાલિકા દ્વારા ગ્રેન્યુલર સબ બેઇઝ મટીરીયલ અને સ્યુટેબલ મટીરીયલ નાખીને રસ્તાને મોટરેબલ બનાવવાની કામગીરી હાથ […]
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ચિખોદરાના દુષ્યંત કુમાર અશોકભાઈ પટેલ અને નીતાબેન અશોકભાઈ પટેલનો મૃતદેહ તેમના પરિવારને સોંપાયો
પ્રકાશિત ક્યારે થયું: 21/06/2025મૃતદેહ ઘરે લવાતા પરિજનોના કલ્પાંત સાથે ગમગીની ભર્યો માહોલ. અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી. સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આણંદ, શનિવાર: અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ તાલુકાના ચિખોદરા ગામના. દુષ્યંત કુમાર અશોકભાઈ પટેલ અને નીતાબેન અશોકભાઈ પટેલ મૃત્યુ પામ્યા હતા. તેમના ડીએનએ સેમ્પલ મેચ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી મૃતદેહને પોલીસવાન સાથે સન્માનભેર […]
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના
પ્રકાશિત ક્યારે થયું: 21/06/2025ખંભાત તાલુકાના વટાદરા ગામના મંજુબેન મહેશભાઈ પટેલના અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે કરાશે. આણંદ તાલુકાના ગાના ગામના મોનિકા પટેલ અને સન્ની પટેલના મૃતદેહ તેમના સ્વજનોની ઇચ્છાનુસાર એર ઇન્ડિયાની ફ્લાઈટ મારફતે લંડન મોકલવામાં આવ્યા. આણંદ,શનિવાર: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યાં હતા. જેમાં આણંદ જિલ્લાના ૨૯ જેટલા મૃતકોના ડી.એન.એ તેમના સ્વજનોનાં ડી.એન.એ.ની […]
યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી
પ્રકાશિત ક્યારે થયું: 21/06/2025આણંદ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસ ની ઉજવણી કરાઈ. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓએ યોગાભ્યાસ કર્યો. જિલ્લા કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકા કમિશનરશ્રી સહિતના અધિકારીઓએ કોમન યોગા પ્રોટોકોલનો કર્યો અભ્યાસ. આણંદ,શનિવાર: ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે આણંદ જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે પ્રમુખ સ્વામી બેન્કવેટ હોલ, સાંગોડપુરા ખાતે […]
આણંદ જિલ્લાના ધો-૧૦ (એસ.એસ.સી.) અને ધો-૧૨ (એચ.એસ.સી. વિ.પ્ર./સા.પ્ર.) પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાવવા અંગે અને પરીક્ષા કેન્દ્ર આસપાસ નિયંત્રણો સંબંધિત જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 21/06/2025આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫
પ્રકાશિત ક્યારે થયું: 21/06/2025આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ તારીખ: ૨૧ જુન ૨૦૨૫ સ્થળ: પ્રમુખસ્વામી કોમ્યુનિટી હોલ, આણંદ અંદાજીત ઉપસ્થિત સંખ્યા: ૩૦૦૦ ઉપસ્થિત મહાનુભાવશ્રી શ્રી રમણભાઈ સોલંકી, માન. નાયબ મુખ્ય દંડકશ્રી, ગુજરાત રાજ્ય શ્રી મિતેષભાઈ પટેલ, માન. સાંસદશ્રી, આણંદ શ્રી હસમુખભાઈ પટેલ, માન. પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, આણંદ શ્રી યોગેશભાઈ પટેલ, માન. ધારાસભ્યશ્રી, આણંદ શ્રી સંજયભાઈ પટેલ, માન. પ્રમુખશ્રી જિલ્લા ભાજપ, આણંદ માન. કલેક્ટરશ્રી, આણંદ માન. મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, આણંદ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આણંદ માન. પોલિસ […]
જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાનો યોગ દિવસ વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 21/06/2025આણંદ જિલ્લામાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અઘ્યક્ષતામાં યોજાશે યોગ દિવસ. આણંદ, શુક્રવાર: યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાને અનુસરીને રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧મી જૂન ૨૦૨૫ની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવી સમગ્ર ધરતી અને માનવ કલ્યાણ […]
૧૯ વિઘા જેટલા ખેતરમાં ઓઇલ પામના રોપા વાવીને “વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોંગ ટાઇમ ગેઈન” ની વિભાવનાને સાર્થક કરતાં બોરસદના ખેડૂત શ્રી યાકેશભાઇ પટેલ
પ્રકાશિત ક્યારે થયું: 21/06/2025“ઓઇલપામ યોજના” અંતર્ગત મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ આણંદ જિલ્લામાં ઓઈલ પામ પાકનું વાવેતર કરાયું. રાજ્ય તથા રાષ્ટ્રને ઓઇલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા આણંદ જિલ્લા ખેડૂતોને ઓઇલ પામની ખેતી કરવા અપીલ કરતા બાગાયત નિયામકશ્રી. આણંદ,શુક્રવાર: બોરસદ તાલુકામાં ૧૯ વીઘાં ખેતર ધરાવતા ખેડૂતે ‘ઓઇલપામ’ની ખેતી કરી પરંપરાગત રીતે પાક લેતા મોટા ખેડૂતો માટે ખેતી ક્ષેત્રે નવી રાહ […]
આણંદ જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવાની રહેશે- મદદનીશ શ્રમ આયુક્ત
પ્રકાશિત ક્યારે થયું: 21/06/2025કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામા ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ ના રવિવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૧૮-૦૦ વાગ્યા સુધી યોજનાર છે. આણંદ જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે […]