નવું શું છે

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિદ્યાનગર ખાતેથી ૧૧ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલાયા

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

આણંદ, ગુરુવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે, જેથી જાહેર રસ્તા ઉપર થી પસાર થતા નાગરિકોને તકલીફ ન પડે. કરમસદ- આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે વિદ્યાનગર નાના બજાર ખાતે શિખોડ ખોડીયાર રોડ ઉપરથી ૧૧ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી […]

કોઈ ફોટો નથી

જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં આણંદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પૂર્વવત કરવા માટેની ડ્રાઇવ હાથ ધરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

આણંદના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદમાં  ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તો તાત્કાલિક ધોરણે પૂર્વવત કરાયા. આણંદ, ગુરુવાર: ભારે વરસાદના કારણે આણંદ જિલ્લામાં જનજીવનને સ્પર્શતા રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.જેના કારણે  જિલ્લાના નાગરિકો તથા વાહન ચાલકોને અગવડ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં આણંદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પૂર્વવત કરવા માટે […]

કોઈ ફોટો નથી

જિલ્લાના ખેડૂતોને  રાસાયણીક ખાતરની ખરીદી પર મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ની કચેરી ખાતે કાર્યરત  કન્ટ્રોલ રૂમ નંબર ૦૨૬૯૨ ૨૯૯૨૮૧ પર સંપર્ક કરવા ખેડૂતોને અનુરોધ.  આણંદ,ગુરુવાર: હાલમાં આણંદ જિલ્લામાં સારા વરસાદના પગલે ખરીફ પાકોનું વાવેતર ચાલુ થઇ ગયેલ છે તેમજ ખરીફ પાકોમાં જરૂરી ખાતરના જથ્થાની ખરીદી ખેડુતો દ્વારા કરવામાં આવે છે. ખેડુતો દ્વારા ખાતર ખરીદીમાં સતત વધારો થઇ રહેલ હોય, હાલના સંજોગોમાં જીલ્લાના […]

કોઈ ફોટો નથી

જીવામૃતઃ ખેડૂત માટે પ્રાકૃતિક ખેતીનું જીવનદાન”

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

આણંદ,ગુરુવાર: રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડના સતત ઉપયોગથી જમીનમાં પોષક તત્વોની ઉણપ અને અગત્યના સૂક્ષ્મજીવોમાં અસંતુલન થાય છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત ઘણી મહત્વપૂર્ણ બની રહી છે. પ્રાકૃતિક  ખેતી એટલે એક પણ રાસાયણિક ખાતર કે ઝેરી કેમીકલ (પેસ્ટિસાઈડ) વિના પાકને ફળદ્રુપ, પૌષ્ટિક અને સ્વસ્થ કરતી ખેતી. પ્રાકૃતિક ખેતીમાં દેશી […]

કોઈ ફોટો નથી

અનુસુચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

વર્ષ-૨૦૨૫-‘૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારોએ https:/ esamajkalyan. gujarat.gov.in/ ઉપર અરજી કરવી. આણંદ, બુધવાર: અનુસુચિત જાતિના લોકોને સરકારશ્રી દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પુરા પાડવામાં આવે છે, ત્યારે વર્ષ-૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા આણંદ જિલ્લાનાં અનુસુચિત જાતિના લોકોને જિલ્લા પંચાયત, આણંદના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અનુસુચિત […]

કોઈ ફોટો નથી

વિઠ્ઠલ ઉદ્યોગ નગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી સલામતી તાલીમ અને પ્રાથમિક સારવાર અંગેનો એક દિવસીય સેમીનાર  યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

આણંદ, બુધવાર: ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદ, વિશ્વકર્માં એજ્યુકેશન  ટ્રસ્ટ તથા  વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ઘ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફટી સલામતી તાલીમ અને પ્રાથમિક સારવાર અંગેનો એક દિવસીય સેમીનાર વિઠ્ઠલ ઉદ્યોગ નગર ખાતે યોજાયો હતો. ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદના મદદનીશ નિયામક શ્રીમતી આર.એમ.રાઠવા એ જનરલ ઇંડસ્ટ્રિયલ સેફટી, બિહેવિયર બેસ્ડ સેફટી, વર્ક એટ હાઈટ તથા […]

કોઈ ફોટો નથી

ભારે વરસાદને કારણે પેટલાદ-ખંભાત રાજ્ય માર્ગ પરના ખરાબ થયેલ રસ્તાઓ સમારકામ કરીને  મોટરેબલ કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

અમદાવાદ સર્કલના અધિક્ષક ઈજનેરશ્રી હિતેશ સોલિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ. આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તથા નેશનલ હાઇવે અને દાંડી માર્ગ ઉપર ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરવા, રોડ રસ્તાનું સમારકામ કરવું, તમામ રસ્તાઓ મોટરેબલ બનાવવા […]

કોઈ ફોટો નથી

આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલે રોડ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ મનપા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રોડ રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. મનપાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલ દ્વારા મનપા ના ઈજનેરશ્રી ને સાથે રાખી આણંદ શહેર માં વિવિધ રસ્તાઓ ઉપર ચાલુ કરેલ […]

કોઈ ફોટો નથી

આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

આણંદ, બુધવાર: કલેકટર કચેરી, આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી ની ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીની ઉપસ્થિતમાં યોજવામાં આવી હતી. કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તા.૧૨- ૦૩- ૨૦૨૫ ની મીટીંગ ની કાર્યવાહી ને મંજુરી આપવામાં આવી હતી, ડીસ્ટ્રીક હેલ્થ […]

કોઈ ફોટો નથી

આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા

પ્રકાશિત ક્યારે થયું: 17/07/2025

રોગચાળો ફાટી ન નીકળે તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ અભિયાન હાથ ધરાયું. વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાનું શરૂ કરાયું. આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ વરસાદે વિરામ લેતા મનપા વિસ્તારમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે વિવિધ ટીમો બનાવીને ખાસ ઝુંબેશ સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ખાસ સફાઈ ઝુંબેશ […]