આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલે રોડ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું
આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ મનપા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રોડ રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
મનપાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલ દ્વારા મનપા ના ઈજનેરશ્રી ને સાથે રાખી આણંદ શહેર માં વિવિધ રસ્તાઓ ઉપર ચાલુ કરેલ રોડ રસ્તા ના પેચવર્ક ની કામગીરી અતર્ગત અમૂલ ડેરી રોડ પર ચાલુ કરેલ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ભારે વરસાદને કારણે મનપા વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડા ને રોડ રસ્તા રીપેરીંગની કામગીરી, પેચવર્ક ની કામગીરી માટે જરૂરી આયોજન કરી નગરજનોની સુવિધા માં વધારો કરવા રોડ વિભાગ ના ઇજનેરશ્રીને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એ જણાવ્યું હતું.
તેમણે રસ્તા રીપેરીંગ ની કામગીરી આયોજન બદ્ધ રીતે કરવા અને નાગરિકોને રોડ રસ્તા દુરસ્તીની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા પણ જણાવ્યું હતું.