નવું શું છે
પેટલાદ શાખા નહેર પર બોક્સ ટાઈપ સ્ટ્રકચર નિર્માણને કારણે SH-83 માર્ગ પર વાહન વ્યવહાર ડાયવર્ઝન જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 23/07/2025
દશામાં વ્રત અને જન્માષ્ટમીને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 23/07/2025
ખંભાત તારાપુર સ્ટેટ હાઇવે રોડ ઉપર ભાટ તલાવડી- લુણેજ કાંસ પર આવેલ બ્રિજ પર તા. ૩૧ ડિસેમ્બર સુધી વાહનવ્યવહાર માટે કામચલાઉ પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2025ભારે અને નાના તથા મધ્યમ વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા મુજબ ડાયવર્ટ કરાયા. આણંદ, મંગળવાર: ખંભાત તારાપુર સ્ટેટ હાઇવે રોડ ઉપર ભાટ તલાવડી- લુણેજ કાંસ પર આવેલ બ્રિજ નવેસરથી બનાવવાની કામગીરીમાં બે માસનો સમય લાગે તેવી સંભાવના હોય જે અન્વયે તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર તા.૩૧ ડિસેમ્બર સુધી કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને વૈકલ્પિક માર્ગો […]
કરમસદ -આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2025૫૮ હજારથી વધુ ઘરો ખાતે કરાયો સર્વે. મચ્છર જન્ય સ્થળ ઉત્પતી જોવા મળતા દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૨.૬૨ લાખ ઉપરાંતનો વસૂલ કર્યો દંડ. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્થળોએ હાથ ધરાયું ચેકીંગ. આણંદ, મંગળવાર: કરમસદ -આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ […]
“એક રાખી ફોજી કે નામ”
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2025મોગરીની એક છાત્રાએ વીર સૈનિકોને બનાવ્યા ભાઈ, ત્રણ રક્ષાબંધનથી મોકલે છે રાખડી. જુદી જુદી શાળાઓમાં જઈ રાખડી એકત્ર કરી સેનાના જવાનોને મોકલતી ખુશી. આણંદ, મંગળવાર: ‘એક રાખડી ફોજી કે નામ’ અતર્ગત સુપ્રસિદ્ધ ગુજરાતી પત્રકાર હર્ષલ પુષ્કર્ણા (સફારી ફેમ) ના સિયાચીન જાગૃતિ અભિયાનથી પ્રેરાઈને જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરી ખાતે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી છાત્રાની અનોખી દેશભક્તિ […]
કરમસદ- આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં આવેલ ૫૭૨ જર્જરિત દુકાન/મકાનોને ખાલી કરવા આપવામાં આવી નોટિસ
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2025મનપા હસ્તકની ૪૭૮ અને ખાનગી ૯૪ દુકાનદારો/ મકાન માલિકોને જર્જરીત,ભયજનક મકાન દૂરસ્તી કરાવવા નોટીસ. આણંદ, મંગળવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જર્જરીત થયેલી, ભયજનક સ્થિતિમાં આવેલી દુકાનોને મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે, અને આ દુકાન તાત્કાલિક અસરથી ખાલી કરવા જણાવ્યું છે. મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ કરમસદ આણંદ […]
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાવડાપુરા વિસ્તારમાં કૃતિ પાર્ક સોસાયટીમાંથી જાહેર રસ્તા ઉપર પાણી કાઢતા રહિશના બોરનું કનેક્શન કાપવામાં આવ્યું
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2025જાહેર રસ્તા ઉપર ખાળકુવાનું ગંદુ પાણી કાઢતા રહિશને અપાઈ નોટિસ. આણંદ, સોમવાર: આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા રોગચાળો ફાટી ન નીકળે તે માટે મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાની ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન મહાનગરપાલિકાની ટીમની ચાવડાપુરા વિસ્તારની મુલાકાત દરમિયાન સેન્ટ ઝેવિયર્સ રોડ ઉપર આવેલી કૃતિ પાર્ક સોસાયટીમાંથી […]
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેલ દેશી વાલોળ થકી રૂ.૫૫ હજાર જેટલો ચોખ્ખો નફો મેળવતા બોરસદના પ્રવીણભાઈ ઝાલા
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2025પ્રાકૃતિક ખેતી માત્ર જમીનને જ નહીં, પણ આપણા ભવિષ્યને પણ સુરક્ષિત કરે છે:ખેડૂત શ્રી પ્રવીણભાઈ ઝાલા. આણંદ,સોમવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખેડાસા ગામમાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી રહ્યા છે . તેમણે ત્રણ વીઘા જમીનમાં બાજરી અને દેશી વાલોળનું વાવેતર પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી કરે છે.પ્રવીણભાઈએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળીને જીવામૃત, […]
પેટલાદ એસ. એસ.હોસ્પિટલ ખાતે વિકંલાગતા સર્ટીફીકેટ મેળવવા માટેનો કેમ્પ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025લેપ્રસીના દર્દીઓએ તા.૨૨ જુલાઈ સુધી યોજાનાર કેમ્પનો લાભ લેવા અનુરોધ કરતાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી. MDT સારવારથી રક્તપિત્ત સંપૂર્ણપણે મટી શકે તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરાશે: જિલ્લા ક્ષય અધિકારી. આણંદ,શનિવાર: લેપ્રસીના દર્દીઓમાં હાથ-પગના દિવ્યાંગતા ધરાવતા દર્દીઓ માટે પેટલાદ ખાતે આવેલ જિલ્લા ક્ષય કેન્દ્રની એસ. એસ.હોસ્પિટલ પેટલાદ ખાતે વિકંલાગતા સર્ટીફીકેટ મેળવવા માટે કેમ્પનું આયોજન તા. ૨૨ […]
મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, આણંદ દ્વારા છેલ્લા બે માસ દરમિયાન રૂપિયા ૧૩ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ અને રૂપિયા ૦૧ કરોડ ઉપરાંત ની વસૂલાત કરી
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025આણંદ જિલ્લાના નાગરિકો ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ અંગેની ફરિયાદો “ગુજ માઇન” એપ્લિકેશન દ્વારા કરી શકે છે. આણંદ, શનિવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી ની તપાસ ટીમ દ્વારા નિયમિતપણે આણંદ જિલ્લામાં ગેરકાયદેસર ખાણ કામ, વહન અને સંગ્રહની તપાસ કરવામાં આવે છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી શ્રી મિત પરમારના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના નાગરિકો […]