નવું શું છે
લાંભવેલ-રાવળાપુરા રોડ પર ભારે વાહન પ્રતિબંધ અંગે જાહેરનામું – આણંદ મહાનગરપાલિકા
પ્રકાશિત ક્યારે થયું: 29/07/2025“ગ્રો મોર ફ્રુટ ક્રોપ” અભિયાન
પ્રકાશિત ક્યારે થયું: 28/07/2025બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી તથા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો. આણંદ, શુક્રવાર: “ગ્રો મોર ફુટ ક્રોપ” અભિયાન હેઠળ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે બે તાલુકાઓમાં ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉમરેઠ તાલુકાના બેચરી ગામે અને પેટલાદ તાલુકાના ઈસરામા ગામે આયોજિત થયા હતા. કાર્યક્રમ […]
આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિ:શુલ્ક સંરક્ષણ ભરતી માટે ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 28/07/2025તા.૫/૦૮/૨૦૨૫ સુધીમાં અરજી કરવા અનુરોધ આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી સમયમાં સંરક્ષણ ભરતી માટે ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ આણંદ ખાતે શરુ કરવામાં આવનાર છે. જેમાં ફક્ત પુરુષ ઉમેદવારે ૩૦-દિવસની નિવાસી વર્ગમાં હાજર રહી તાલીમ મેળવવાની રહશે.જેમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌધિક કસોટી માટેની નિઃશુલ્ક તૈયારીઓ કરાવવામાં આવશે તથા ઉમેદવારોની હાજરી […]
આણંદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 25/07/2025આણંદ,ગુરુવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત […]
ઉમરેઠ – નવાપુરા ચોકડી- બેચરી- સુરેલી ચોકડી- સુંદરપુરા(SH) પર બેચરી ગામ પાસેના બ્રિજ પર સલામતીના કારણોસર તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી વાહન વ્યવહાર ડાઇવર્ટ કરાયો
પ્રકાશિત ક્યારે થયું: 25/07/2025આણંદ, ગુરુવાર: ઉમરેઠ – નવાપુરા ચોકડી- બેચરી- સુરેલી ચોકડી- સુંદરપુરા(SH) પર બેચરી ગામ પાસેના બ્રિજ પર સલામતીના હેતુથી બ્રિજ ઉપર માત્ર ટુ વ્હીલર તથા પગપાળા માટે અવરજવર હેતુ ચાલુ રાખી બાકીના ટ્રાફિકને તા ૧૫ જૂન ૨૦૨૬ સુધી વૈકલ્પિક રસ્તા ઉપર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે. જે […]
બોરસદ નગરમાં રસ્તા રિપેરિંગ કામગીરીનું પ્રાદેશિક કમિશનર શ્રી એ કર્યું નિરીક્ષણ
પ્રકાશિત ક્યારે થયું: 25/07/2025આરસીએમ કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગોમાં ખાડા બાબતે આવતી ફરિયાદોનો નિકાલ કરવા સૂચના અપાઇ. આણંદ, ગુરુવાર: વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ ચોમાસાના કારણે રોડ-રસ્તાને થયેલ નુકસાન તથા ખાડાના રિપેરીંગની કામગીરી રાત દિવસ સઘન રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેનું ઉચ્ચ અધિકારી દ્વારા સઘન રીતે દેખરેખ રાખવામા આવી રહ્યું છે. માર્ગ મરામતની […]
આણંદ સિંચાઈ હસ્તકની પેટલાદ નહેરની શાખા સાંકળ પર સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં હોઇ વાહનોને ડ્રાઇવર્ટ કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 24/07/2025વૈકલ્પિક માર્ગનો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરી શકાશે. આણંદ,બુધવાર: આણંદ સિંચાઇ હસ્તકની પેટલાદ શાખા નહેરની શાખા સાંકળ ૯૮૯૩૦ ફુટ પર નવીન બોક્સ ટાઈપ સ્ટ્રકચર બનાવવાની કામગીરી હાલ પ્રગતીમાં હોઈ તથા આ માર્ગ આણંદથી સોજિત્રા તરફ આવવા તેમજ જવા માટેનો મુખ્ય માર્ગ હોવાના કારણે તથા હાલ ખરીફ સીઝન ૨૦૨૫-૨૬ અર્થે સિંચાઈ પાણી તાત્કાલિક પુરૂ પાડવા માટે […]
કોરાના જેવી મહામારીને હરાવી શકાતી હોય તો રક્તપિતને પણ સરળતાથી નિર્મૂલન કરી શકાશે: NHRC સ્પેશિયલ મોનીટરશ્રી
પ્રકાશિત ક્યારે થયું: 24/07/2025નેશનલ હ્યુમન રાઇટ કમિશનના પ્રમોટર અને પ્રેક્ટિશર તરીકે રક્તપિત નિર્મૂલન માટે સઘન પ્રયાસ કરવા અધિકારીઓને અપીલ કરતા NHRC ના સ્પેશિયલ મોનીટરશ્રી. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના સ્પેશિયલ મોનીટરશ્રી ડૉ પ્રદિપ્તા કુમાર નાયકના અધ્યક્ષપદે બેઠક યોજાઈ. આણંદ,બુધવાર: નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના સ્પેશિયલ મોનીટરશ્રી ડૉ. પ્રદિપ્તા કુમાર નાયક અધ્યક્ષપદે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા […]
બોરસદ તાલુકાના દાવોલ ગામે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 24/07/2025આણંદ, બુધવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ધ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગતનો સેમિનાર બોરસદ તાલુકાના દાવોલ ગામ ખાતેની કુમાર શાળા ખાતે ના હોલમાં મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ કચેરીના ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન સોલંકી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત […]
ઉમરેઠ- હમીદપુરા ચોકડી થી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજ્ય ધોરીમાર્ગ પર રતનપુરા ગામ પાસેના બ્રિજ પરથી સલામતીના ભાગ રૂપે ૧૫ જૂન ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન અપાયું
પ્રકાશિત ક્યારે થયું: 24/07/2025આ બ્રિજ ઉપરથી માત્ર ટુ-વ્હીલર તથા પગપાળા માટે અવરજવર ચાલુ રહેશે. આણંદ,બુધવાર: ઉમરેઠ- હમીદપુરા ચોકડી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજ્ય ધોરીમાર્ગ પર રતનપુરા ગામ પાસેનો બ્રિજ સલામતીના હેતુથી બ્રિજ ઉપર માત્ર ટુ-વ્હીલર તથા પગપાળા માટે અવરજવર હેતુ ચાલુ રાખી બાકીના ટ્રાફિકને વૈકલ્પિક રસ્તા ઉપર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આણંદ શ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા […]