નવું શું છે
આણંદ ખાતે તા.૨૮ મી ઓગસ્ટ ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 02/08/2025અરજદારો તા. ૧૦ મી ઓગસ્ટ સુધીમાં પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. સ્વાગત પોર્ટલ પર swagat.gujarat.gov.in ઉપર ઓનલાઈન પણ અરજી કરી શકાશે. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૮/૦૮/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં […]
તા. ૦૪ ઓગસ્ટ ના રોજ નલીની આર્ટસ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે ફક્ત મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/08/2025આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લા માં તા.૧ ઓગસ્ટ થી શરૂ થતો નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૦૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ અન્વયે મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાશે. મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર કચેરી આણંદના સંયુક્ત ઉપક્રમે તા.૪ ઓગસ્ટના સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નલીની અરવિંદભાઈ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ, […]
આણંદ જિલ્લામાં તા.૧લી ઓગસ્ટ થી તા. ૦૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/08/2025જિલ્લામાં મહિલા સશક્તિકરણની થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાશે. આણંદ, ગુરુવાર: રાજ્યભરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જે અન્વયે આણંદ જિલ્લામાં તા.૧લી ઓગસ્ટ થી તા. ૦૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ […]
બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર થકી માત્ર બે મહિનામાં જ પ્રાકૃતિક કૃષિના આયામોના વેચાણ દ્વારા રૂ.૭૦ હજારની આવક મેળવતા વલાસણના પ્રકાશભાઈ સોલંકી
પ્રકાશિત ક્યારે થયું: 01/08/2025પ્રાકૃતિક કૃષિ અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ માટેના આયામો પૂરા પાડવા માટેની સરહાનીય પહેલ કરતાં વલાસણના ખેડૂત પ્રકાશભાઈ સોલંકી. દેશના ભાવિ એવા બાળકોના ઘડતરમાં યોગદાન આપી ચૂકેલા શિક્ષક અને સાંપ્રત સમયમાં સમાજના આરોગ્યની દરકાર કરતાં ખેડૂત પ્રકાશભાઈ. આણંદ,ગુરુવાર: એક સમયમાં દેશના ભાવિ એવા બાળકોના ઘડતરમાં યોગદાન આપી ચૂકેલા શિક્ષક અને સાંપ્રત સમયમાં સમાજના આરોગ્યની […]
જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ધો. ૦૬ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ તા.૧૩ ઓગસ્ટ સુધી ભરી શકાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/08/2025https://cbseitms.rcil.gov.in વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આણંદ,ગુરુવાર: પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૬-૨૭ માં ધોરણ ૦૬ માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૦૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે, તે માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે તે મુજબ હવે તા.૧૩-૦૮- ૨૦૨૫ સુધી ઓનલાઇન ફોર્મ ભરી […]
ઓડ અને સાવલી નગરપાલિકા વિસ્તારમાં માર્ગ દુરસ્તીકરણનું નિરીક્ષણ કરતા પ્રાદેશિક નગરપાલિકા નિયામક
પ્રકાશિત ક્યારે થયું: 01/08/2025નગરપાલિકાઓના સિવિક સેન્ટરની મુલાકાત અને વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેવા કાર્યોનું જાત નિરીક્ષણ કરતા શ્રી સુરભિ ગૌતમ. આણંદ, ગુરૂવાર: પ્રાદેશિક નગરપાલિકા નિયામક-વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ ચોમાસાના કારણે રોડ-રસ્તાને થયેલ નુકસાન તથા ખાડાના રિપેરીંગની કામગીરી રાત દિવસ સઘન રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેનું ઉચ્ચ અધિકારી દ્વારા સઘન રીતે દેખરેખ રાખવામાં […]
જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ૧૦૮૩ હોસ્પિટલોનું થયું રજીસ્ટ્રેશન
પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025આણંદ, બુધવાર: ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત હોસ્પિટલોએ ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જે અંતર્ગત જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે કુલ ૧૦૮૩ અરજીઓને ઓનલાઇન મંજૂર કરવામાં આવી છે, તેમ જનરલ હોસ્પિટલ, આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓને ક્લિનિકલ […]
જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા તા.૨૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરો
પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025આણંદ, બુધવાર: પીએમ, શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભાદરણના આચાર્ય ની યાદીમાં જણાવ્યા મુજબ જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માં ધોરણ ૦૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા માટે ની છેલ્લી તારીખ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે, તેમ જણાવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આણંદ જિલ્લાની સરકારી અથવા […]
મહિલા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતે નિશુલ્ક ધોરણે તાલીમ વર્ગો યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025આણંદ, બુધવાર: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા મહિલા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, ઠક્કરબાપા હોસ્ટેલ પરિસર, પેન્શન પુરા, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા ૪૦ % કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક પહેરી મૂંગી અલ્પ અંધ અંધ મંદબુદ્ધિ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે આ […]
જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાણી પીણીની ૧૩૦ જેટલી લારી ગલ્લાની તપાસ કરી ૨૨ નમુના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025૮૮ કિલોગ્રામનો બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો જથ્થો સ્થળ ઉપર જ નિકાલ કરાયો. ૦૬ પેઢીઓને હાઈજીન અને સેનિટેશન બાબતે સુધારા નોટિસ આપવામાં આવી. આણંદ, બુધવાર: આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ ફૂડ ખાણીપીની લારીઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વિદ્યાનગર ઇસ્કોન મંદિર રોડ ખાતે આવેલ, આણંદ ટાઉનહોલ પાસે, […]