બંધ

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના

તારીખ : 15/08/1995 - 31/03/2019 | સેક્ટર: સમાજ કલ્યાણ
IGNOAPS

હેતુ

  • વ્રુદ્ધ વ્યક્તિઓને આર્થિક સહાયતા

ટૂંક પરિચય

  • ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે છે.

યોજનાની લાક્ષણિકતાઓ

  • ગરીબી રેખા નીચે જીવતાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને રૂ.૪૦૦/માસ અને ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને રૂ. ૭૦૦/માસ આપવામાં આવે છે.

દસ્તાવેજ

  • ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર.
  • રહેઠાંણનો પુરાવો.
  • ઉંમરનો પુરાવો.
  • નાગરિક્ત્વનો પુરાવો.

લાયકાત

  • લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.

લાભાર્થી:

ગરીબી રેખા હેઠળ જીવતા વય વૃદ્ધો

લાભો:

રૂ.૨૦૦/- ૬૦-૭૯ વર્ષ અને રૂ.૫૦૦/- ૮૦ વર્ષથી ઉપર અને ઉપર