ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના
તારીખ : 15/08/1995 - 31/03/2019 | સેક્ટર: સમાજ કલ્યાણ
હેતુ
- વ્રુદ્ધ વ્યક્તિઓને આર્થિક સહાયતા
ટૂંક પરિચય
- ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે છે.
યોજનાની લાક્ષણિકતાઓ
- ગરીબી રેખા નીચે જીવતાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને રૂ.૪૦૦/માસ અને ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને રૂ. ૭૦૦/માસ આપવામાં આવે છે.
દસ્તાવેજ
- ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર.
- રહેઠાંણનો પુરાવો.
- ઉંમરનો પુરાવો.
- નાગરિક્ત્વનો પુરાવો.
લાયકાત
- લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
- લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
- લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.
લાભાર્થી:
ગરીબી રેખા હેઠળ જીવતા વય વૃદ્ધો
લાભો:
રૂ.૨૦૦/- ૬૦-૭૯ વર્ષ અને રૂ.૫૦૦/- ૮૦ વર્ષથી ઉપર અને ઉપર