પ્રેસનોટ- જાહેરાત
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.૧૭/૦૫/૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 18/04/2026વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવાનો જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, આણંદ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂઇએ એક જાહેરનામા દ્વારા તા.૧૭/૦૫/૨૦૨૬ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર આણંદ […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
પ્રકાશિત ક્યારે થયું: 18/04/2026આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત ટોલ ફ્રી નંબર ઉપર 02 ફરિયાદ, 1950 ઉપર 255 કોલ અને Cvigil ઉપર આવેલ 03 ફરિયાદો મળી આણંદ, શુક્રવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી […]
આણંદ જિલ્લામાં ‘બાળલગ્ન મુક્ત આણંદ અભિયાન’ હેઠળ તંત્ર સજ્જ
પ્રકાશિત ક્યારે થયું: 18/04/2026અખાત્રીજના દિવસે બાળલગ્ન કરાવનાર કે મદદગારી કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬, રવિવારના રોજ ‘અખાત્રીજ’ (અક્ષય તૃતીયા)ના પવિત્ર અવસરે મોટા પાયે લગ્નોનું આયોજન થનાર છે. આ લગ્નસરાની મોસમમાં જિલ્લામાં એક પણ બાળલગ્ન ન થાય તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા “બાળલગ્ન મુક્ત આણંદ અભિયાન” અંતર્ગત વિશેષ સજાગતા રાખવામાં આવી […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી
પ્રકાશિત ક્યારે થયું: 18/04/2026મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે શ્રમયોગીઓને મત આપવા માટે રજા આપવામાં ના આવે તો મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, આણંદના ફોન નંબર ૦૨૬૯૨ -૨૬૪૩૯૬ ઉપર સંપર્ક કરવો આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં 111-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ ગુરૂવારના રોજ યોજવામાં આવનાર છે. મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા – ૧૯૪૮ […]
ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૨૩ એપ્રિલે મતદાનના દિવસે જાહેર રજા રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 18/04/2026આણંદ, શુક્રવાર , ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી તા. ૨૩ એપ્રિલના રોજ પેટા-ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાને રાખીને ઉમરેઠ મતવિસ્તારના કર્મચારીઓ કોઈપણ અવરોધ વગર લોકશાહીના પર્વમાં સહભાગી થઈ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસ એટલે કે, ૨૩ એપ્રિલના રોજ રજા જાહેર કરવામાં આવી છે તેમ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે. વધુમાં મતવિભાગમાં રહેતા […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026
પ્રકાશિત ક્યારે થયું: 17/04/2026મતદાનના દિવસે હીટવેવની અસરને ધ્યાને લઈ મતદાન મથકો ખાતે ઓઆરએસના પેકેટ મૂકવામાં આવશે દરેક મતદાન મથક ખાતે ફર્સ્ટ એઈડ કીટ અને ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ રહેશે આણંદ, ગુરૂવાર , ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને કારણે હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે. આણંદ જિલ્લામાં આગામી તારીખ 23મી એપ્રિલના […]
આણંદ ખાતે યોજાયું મતદાર જાગૃતિ અભિયાન
પ્રકાશિત ક્યારે થયું: 17/04/2026આણંદ, ગુરૂવાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શાળા નંબર 13 ના વિદ્યાર્થીઓ દ્વારા આજે માનવ સાંકળ રચીને મતદારોને મતદાન કરવા પ્રેરાય તે માટે ખાસ અપીલ કરી હતી, આ માનવ સાંકળ તે માત્ર હાથોની સાંકળ નથી, પરંતુ લોકશાહીને મજબૂત કરવાની એક અતૂટ કડી છે […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 17/04/2026તારીખ 22 એપ્રિલના રોજ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ આપવામાં આવશે આણંદ, ગુરૂવાર, 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 16/04/2026લોકશાહીના પર્વમાં સહભાગી બનતાં સરકારી ફરજ પરના કર્મયોગીઓ ચૂંટણી પ્રક્રિયા હેઠળ રોકાયેલ અધિકારી/ કર્મચારીઓએ ઓડ ખાતે પોસ્ટલ બેલેટ થકી કર્યું મતદાન આણંદ, બુધવાર : ૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 16/04/2026દિવ્યાંગ મતદારો માટે ચિખોદરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો આણંદ, બુધવાર , ભારત નિર્વાચન આયોગ દ્વારા આગામી ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-૨૦૨૬ને ધ્યાને રાખીને જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, નોડલ ઓફિસર (દિવ્યાંગ મતદારો) અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,આણંદ દ્વારા સંયુક્ત રીતે એક […]