પ્રેસનોટ- જાહેરાત
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે નો ચાર્જ સંભાળતા શ્રી આર.એન.ડોડિયા
પ્રકાશિત ક્યારે થયું: 19/05/2026કરમસદ આણંદ મહાનગરપાલિકાના નગરજનોને શુદ્ધ પીવાનું પાણી, સુવિધા યુક્ત માર્ગો, સુદ્રઢ ડ્રેનેજ વ્યવસ્થા અને સ્વચ્છતા મારી પ્રાથમિકતા રહેશે આણંદ, સોમવાર, વર્ષ ૨૦૨૦ ની બેચના આઈએએસ (IAS) અધિકારી શ્રી આર.એન. ડોડિયાએ આણંદ-કરમસદ મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો પદભાર આજે વિધિવત રીતે સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યા બાદની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આ પૂર્વે તેઓ અધિક ઉદ્યોગ […]
રાષ્ટ્રીય વસ્તી ગણતરી – 2027
પ્રકાશિત ક્યારે થયું: 19/05/2026આણંદ જિલ્લામાં તા.17 થી 31 મે, 2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વ-ગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં ભાગ લેવા જિલ્લાવાસીઓને અનુરોધ સ્વ-ગણતરી માટે ઓનલાઈન પોર્ટલ https://se.census.gov.in/ અને મોબાઇલથી માહિતી આપી શકાશે સ્વગણતરી માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ જમા કરવાની જરૂર રહેશે નહીં સ્વગણતરી કરવા અંગે કોઈપણ મુઝવણ કે મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર 1855 નંબર પર […]
વાહનના પસંદગીના નંબરો મેળવવા ઓકસનમાં રજીસ્ટ્રેશન કરાવો
પ્રકાશિત ક્યારે થયું: 18/05/2026તા.18 મે થી તા. ૨૨ મે સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ,શુક્રવાર, એ.આર.ટી.ઓ.કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન RE AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોમાં મોટર સાયકલ સીરીઝ GJ23 EA,EB,EC,ED,EE,EF,EG,EH,EI,EJ,EK અને EL તથા LMV સીરીઝ શરૂ GJ-23-CA, CB, CC, CD, CE, CF, CG,CH,CJ અને CK શરૂ કરવામાં […]
નાણાં રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે પેટલાદ તાલુકા પંચાયત કચેરીના રૂપિયા ૩.૮૦ કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન મકાનનું ભૂમિપૂજન કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 18/05/2026આણંદ, શનિવાર , ‘વિકસિત ગુજરાત, વિકસિત પેટલાદ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પેટલાદ ખાતે ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મંજૂર કરાયેલ પેટલાદ તાલુકા પંચાયત કચેરીના નવીન અદ્યતન મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ભુમીપુજન કાર્યક્રમ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવ્યું […]
પેટલાદ ખાતે રૂ. ૬૦ કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 18/05/2026ગુજરાતના નાણાં રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું આણંદ, શનિવાર , ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય સેવાઓના સુદ્રઢીકરણ અર્થે રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. પેટલાદ તાલુકાના સ્થાનિક અને આસપાસના વિસ્તારના નાગરિકોને સરળતાથી શ્રેષ્ઠ તબીબી સેવાઓ ઉપલબ્ધ બને […]
વૈશ્વિક પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ વડાપ્રધાનશ્રીના ઇંધણ સુરક્ષાના આહવાનને પગલે આણંદ જિલ્લા પ્રશાસનની પહેલ
પ્રકાશિત ક્યારે થયું: 18/05/2026‘આણંદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ’ તેમજ ‘દિશા કમિટી’ ની બેઠકો ઓનલાઇન યોજાઈ આણંદ, શનિવાર , વૈશ્વિક પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ દેશની આર્થિક સુદ્રઢતા અને ઇંધણ સુરક્ષા માટે વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને ઇંધણ બચત માટે આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આ રાષ્ટ્રહિતના સંકલ્પને આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને કરકસર અને […]
આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 18/05/2026આણંદ જિલ્લામાં સરકારની યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે કાર્ય કરવા અધિકારીઓને અનુરોધ આણંદ, શનિવાર , આણંદના સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આણંદ કલેકટર કચેરી, આણંદના સભાખંડ ખાતે યોજાઈ હતી. સાંસદશ્રી મિતેશભાઇ પટેલે ભારત સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત […]
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 18/05/2026નાગરિકોના પડતર પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ કરવા સબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીની તાકીદ વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ માધ્યમની અપીલને અપનાવીને અન્ય વિભાગના અધિકારીઓ ઓનલાઇન માધ્યમથી બેઠકમાં જોડાયા આણંદ, શનિવાર , આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ […]
આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ડેન્ગ્યુ નિયંત્રણ માટે સઘન ઝુંબેશ
પ્રકાશિત ક્યારે થયું: 16/05/2026છેલ્લા ૩ વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો ‘મચ્છર મુક્ત આણંદ’ બનાવવામાં સહભાગી બનવા નાગરિકોને અપીલ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાને નિયંત્રિત કરવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના પરિણામે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસોની વિગતો જોઇએ […]
આણંદ જિલ્લામાં તા. ૧૬ મે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ” ની ઉજવણી કરવામાં આવશે
પ્રકાશિત ક્યારે થયું: 16/05/2026આણંદ, શુક્રવાર , ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશાનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૬મી મે, ૨૦૨૬ના રોજ આણંદ જિલ્લામાં ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ (National Dengue Day) ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ. રાજેશ પટેલના […]