પ્રેસનોટ- જાહેરાત
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના સ્માર્ટ આયોજન માટે ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’નો ટૂંક સમયમાં થશે પ્રારંભ; ડ્રોન સર્વે અને GIS મેપિંગથી સજ્જ થશે મહાનગર
પ્રકાશિત ક્યારે થયું: 15/07/2026ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા અત્યાધુનિક સર્વેની કામગીરી શરૂ કરાશે: નાગરિકોને સહકાર આપવા અપીલ કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની મિલકતો અને જાહેર સુવિધાઓનું થશે ડિજિટલ મેપિંગ; ડ્રોન કેમેરાથી મહાનગરનો ડેટાબેઝ તૈયાર કરાશે ટેકનોલોજી આધારિત શહેરી વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે GUDMનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આણંદ, શુક્રવાર, ગુજરાત સરકારના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા કરમસદ […]
આણંદ જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખ અને સમયમાં ફેરફાર: હવે ૨૨મી જુલાઈએ બપોરે 3:30 કલાકે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ
પ્રકાશિત ક્યારે થયું: 15/07/2026આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના નિવારણ માટે યોજાતા જુલાઈ માસના ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ની તારીખ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ તારીખ 23 જુલાઈના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાનાર હતો હવે જેના બદલે જુલાઈ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તારીખ ૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે કલેકટર કચેરી, […]
કરમસદમાં ડેન્ગ્યુ જાગૃતિ અભિયાન: શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વાહકજન્ય રોગ અટકાયતી વર્કશોપ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 15/07/2026મચ્છરના જીવનચક્રનું જીવંત નિદર્શન: કરમસદમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સફાઈ કર્મીઓએ મેળવી ડેન્ગ્યુ-મેલેરિયાથી બચવાની વિશેષ તાલીમ નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિનો નવતર પ્રયોગ આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ અને કરમસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ડેન્ગ્યુ જુલાઈ માસની ઉજવણીના ભાગરૂપે કરમસદની શ્રી સંતરામ વિદ્યાલય ખાતે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૫૦ […]
ઉમરેઠ ખાતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારના હસ્તે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો શુભારંભ; કિસાન ગોષ્ઠિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
પ્રકાશિત ક્યારે થયું: 15/07/2026રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય: ઉમરેઠ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં દર ગુરુવારે ભરાશે પ્રાકૃતિક બજાર આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવા અને નાગરિકોના સ્વાસ્થ્ય વર્ધન માટે નવતર અભિગમ આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા ખાતે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અને ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ […]
તા.10 જુલાઈ ના રોજ વલ્લભ વિદ્યાનગરમાં ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-૨૦૨૬’નું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 10/07/2026કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિતના મૂર્ધન્ય વક્તાઓ યુવા લીડર્સને આપશે માર્ગદર્શન ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે યુવા શક્તિનો હૂંકાર: આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાશે વિશેષ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ લોકશાહી અને શાસન વ્યવસ્થામાં યુવાનોની ભાગીદારી પર થશે ગહન ચર્ચા અને મંથન આણંદ, ગુરૂવાર, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, […]
આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે નવી સહાયલક્ષી યોજનાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 10/07/2026આઈ-ખેડૂત પોર્ટલ 2.0 ઉપર તા.૨૪ જુલાઈ સુધીમાં બાગાયતી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા અને નવી ખેતી કરવા માંગતા ખેડૂતો માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતો આગામી તા.૨૪/૦૭/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ચાલુ વર્ષે અમલી […]
રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ
પ્રકાશિત ક્યારે થયું: 10/07/2026સોજિત્રા તાલુકાનીની ડાલી પ્રાથમિક શાળાને ‘સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય’ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત દેશના ટોપ-૧૦માં સ્થાન પામી ડાલી પ્રાથમિક શાળાએ સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીમાં સ્થાપ્યો નવો કીર્તિમાન મિશન લાઈફ અને પર્યાવરણલક્ષી પ્રકલ્પોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડાલી પ્રાથમિક શાળાની રાષ્ટ્ર કક્ષાએ વરણી ગુજરાતની ૧૫ શાળાઓ પૈકી ડાલી પ્રાથમિક શાળા રાજ્યમાં ટોપ-૫ અને દેશમાં ટોપ-૧૦માં સ્થાન મેળવવામાં સફળ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘બલ્ક વેસ્ટ જનરેટર’ (BWGs) માટે નિયમો લાગુ કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 10/07/2026આણંદ, ગુરૂવાર, ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૨૬ની નવી જોગવાઈઓ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશો અન્વયે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના તમામ ઝોન અને વોર્ડમાં બલ્ક વેસ્ટ જનરેટર (BWGs) માટેના નિયમોનું કડક અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંતર્ગત ૨૦,૦૦૦ […]
આણંદ જિલ્લામાં મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ: ૧૫ મતદાન મથકો મર્જ કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 09/07/2026મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લામાં હવે ૧૯૧૨ મતદાન મથકો અસ્તિત્વમાં આવશે મતદારોની સંખ્યામાં થયેલા ઘટાડાને પગલે ૧૧૨ મથકોના સ્થળમાં ફેરફાર: ૧૪ જુલાઈ સુધીમાં સૂચનો રજૂ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અપીલ આણંદ, બુધવાર, આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મતદાન મથકોના પુનર્ગઠન બાદની […]
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ”MY Bharat” જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 09/07/2026આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને “મેરા યુવા ભારત” (MY Bharat) જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ૨૫ થી ૨૯ વર્ષની વયના વધુમાં વધુ યુવાનોને ‘MY Bharat’ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આ અભિયાનને વેગવંતું […]